બુધ બુદ્ધિ, વેપાર અને સંચારનો કારક છે, શુક્ર ધન, વૈભવ અને સુખ-સગવડોનો પ્રતિક છે, જ્યારે રાહુ અચાનક લાભ, વિદેશી સંબંધો અને ટેકનોલોજી ક્ષેત્ર સાથે જોડાયેલ ગ્રહ માનવામાં આવે છે. આ ત્રણેય ગ્રહોની યુતિ કેટલીક રાશિઓ માટે ખાસ શુભ સાબિત થઈ શકે છે.
3 ફેબ્રુઆરીએ સૌપ્રથમ બુધ ગ્રહ મકર રાશિમાંથી નીકળી કુંભ રાશીમાં પ્રવેશ્યા
ફેબ્રુઆરી 2026નં પ્રથમ સપ્તાહ ગ્રહોની હલચલના કારણે વિશેષ મહત્વનો સાબિત થયો છે. 3 ફેબ્રુઆરીએ સૌપ્રથમ બુધ ગ્રહ મકર રાશિમાંથી નીકળી કુંભ રાશીમાં પ્રવેશ્યા. ત્યારબાદ 6 ફેબ્રુઆરીએ શુક્ર ગ્રહે પણ આ જ રાશીમાં પ્રવેશ કર્યો. કુંભ રાશીમાં માત્ર બુધ અને શુક્રની જ યુતિ થઈ નથી, પરંતુ ત્યાં પહેલેથી જ સ્થિત ‘રાહુ’ ગ્રહ સાથે પણ તેમની યુતિ થઈ છે. આ રીતે બુધ-શુક્ર-રાહુનો દુર્લભ ત્રિગ્રહી યોગ રચાયો છે.
વૃષભ, મિથુન, સિંહ, તુલા અને કુંભ રાશિના જાતકો પર અસર
આ યોગનો સકારાત્મક પ્રભાવ ખાસ કરીને વૃષભ, મિથુન, સિંહ, તુલા અને કુંભ રાશિના જાતકો પર જોવા મળશે. વૃષભ રાશિના લોકોને આર્થિક બાબતોમાં મજબૂતી મળશે. અટકેલાં પૈસા પરત મળી શકે છે અને રોકાણમાંથી લાભના યોગ બનશે. મિથુન રાશિના લોકોને કારકિર્દીમાં નવી જવાબદારીઓ મળશે અને સંચાર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ખાસ સફળતા મળશે.
સિંહ રાશિના જાતકોને પ્રમોશન અથવા નવી નોકરીનો મોકો મળી
સિંહ રાશિના જાતકોને પ્રમોશન અથવા નવી નોકરીનો મોકો મળી શકે છે. વેપારીઓ માટે નવા સોદા ફાયદાકારક સાબિત થશે. તુલા રાશિના લોકો માટે આ સમય આર્થિક વૃદ્ધિ અને દાંપત્ય જીવનમાં સુખ વધારવાનો રહેશે. જ્યારે કુંભ રાશિના લોકોને વિદેશી સંપર્કો અથવા ઓનલાઈન કામમાંથી ધનલાભ મળી શકે છે.
રાહુની હાજરીને કારણે ઉતાવળમાં નિર્ણય લેતા બચવું જોઈએ. વિચારપૂર્વક કરેલા રોકાણ અને યોજનાઓ જ સ્થિર લાભ આપશે. કુલ મળીને આ ત્રિગ્રહી યોગ ધનલાભ, કારકિર્દીમાં પ્રગતિ અને વ્યવસાયના વિસ્તરણ માટે શુભ સંકેત આપી રહ્યો છે.
આ પણ વાંચો: Grah Gochar: કુંભ, મીન અને વૃષભ રાશિના જીવન પર સકારાત્મક પ્રભાવ, શનિ-બુધ રચશે ખાસ યોગ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)