વર્ષ 2026માં બનનાર ત્રિગ્રહી યોગ કેટલીક રાશિઓ માટે પડકારજનક સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન રાહુ-મંગળ અને બુધની યુતિ બનવાથી કેટલીક રાશિઓના જીવનમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.
ઊર્જા, ભ્રમ અને બુદ્ધિ વચ્ચે અસંતુલન પેદા કરી શકે
જ્યોતિષ મુજબ રાહુ, મંગળ અને બુધની આ યુતિ ઊર્જા, ભ્રમ અને બુદ્ધિ વચ્ચે અસંતુલન પેદા કરી શકે છે. મંગળ સાહસ અને ક્રોધનો કારક માનવામાં આવે છે, જ્યારે બુધ બુદ્ધિ અને સંવાદનું પ્રતિનિધિત્વ કરે છે. બીજી તરફ રાહુ ભ્રમ અને અચાનક બનતી ઘટનાઓનું પ્રતિક છે. તેથી આ ત્રણેય ગ્રહો એક સાથે આવવાથી કેટલીક પરિસ્થિતિઓ જટિલ બની શકે છે.
મેષ રાશિએ ગુસ્સા પર નિયંત્રણ રાખવુ
મેષ રાશિની વાત કરીએ તો આ રાશિના જાતકોએ આ સમય દરમિયાન પોતાના ગુસ્સા અને નિર્ણય પર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે. ઉતાવળમાં લેવાયેલા નિર્ણય નુકસાન પહોંચાડી શકે છે. કાર્યક્ષેત્રમાં પણ વિવાદ અથવા ગેરસમજ ઊભી થઈ શકે છે.
કન્યા રાશિ આર્થિક બાબતોમાં સાચવવુ
કન્યા રાશિના લોકોને આર્થિક બાબતોમાં ખાસ સાવધાની રાખવાની જરૂર પડશે. રોકાણ કરતા પહેલા સારી રીતે વિચારવું જરૂરી રહેશે. પરિવારની નાની-મોટી બાબતોને લઈને તણાવની સ્થિતિ પણ બની શકે છે.
વૃશ્ચિક રાશિની વધશે મુશ્કેલી
વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ આ સમય થોડો પડકારજનક રહી શકે છે. સ્વાસ્થ્ય અંગે સાવચેત રહેવું જરૂરી રહેશે અને અનાવશ્યક વિવાદોથી દૂર રહેવું સારું રહેશે.
જોકે જ્યોતિષીય પ્રભાવ દરેક વ્યક્તિની કુંડળી અનુસાર અલગ હોઈ શકે છે, પરંતુ આ સમય દરમિયાન સંયમ, ધીરજ અને સકારાત્મક વિચાર રાખવો સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નિયમિત પૂજા-પાઠ અને ધ્યાન કરવાથી માનસિક શાંતિ જાળવવામાં મદદ મળી શકે છે
આ પણ વાંચો: Guru Margi 2026: મિથુન રાશિમાં દેવગુરૂ બૃહસ્પતિ થશે માર્ગી, કઇ રાશિની કિસ્મત બદલાશે?
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)
