જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને આત્મવિશ્વાસ અને સત્તાનો પ્રતિક, શનિને કર્મ અને શિસ્તનો કારક અને શુક્રને સુખ, વૈભવ અને ધનનો ગ્રહ માનવામાં આવે છે. જ્યારે આ ત્રણેય ગ્રહો એકસાથે આવે છે ત્યારે તેનો પ્રભાવ આર્થિક સ્થિતિ, કારકિર્દી અને જીવનશૈલી પર પડે છે.

સૂર્ય, શનિ અને શુક્ર ખૂબ જલ્દી ત્રિગ્રહી યોગ રચવાના છે.

સૂર્ય, શનિ અને શુક્ર ખૂબ જલ્દી ત્રિગ્રહી યોગ રચવાના છે. આ શુભ યોગ મીન રાશિમાં બનશે. હિંદુ પંચાંગ મુજબ 2 માર્ચે શુક્ર મીન રાશિમાં ગોચર કરશે. 15 માર્ચે સૂર્ય પણ આ જ રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે શનિ મીન રાશિમાં પહેલાથી જ સ્થિત છે. આ રીતે મીન રાશિમાં સૂર્ય, શુક્ર અને શનિની યુતિ અંદાજે 120 વર્ષ પછી બની રહી છે.

સૂર્ય-શનિ-શુક્રનો ત્રિગ્રહી યોગ ત્યારે બને છે જ્યારે આ ત્રણેય ગ્રહો એક જ રાશિમાં એકસાથે સ્થિત થાય 

આ ત્રિગ્રહી યોગ ચાર રાશિઓ માટે અત્યંત લાભદાયક માનવામાં આવી રહ્યો છે. શનિ-સૂર્ય-શુક્રના આ સંયોગનો પ્રભાવ ચાર રાશિના જાતકોના જીવનમાં મોટા અને સકારાત્મક બદલાવ લાવી શકે છે.

શુક્રને સુખ, વૈભવ અને ધનનો ગ્રહ માનવામાં આવે છે.

સૂર્ય-શનિ-શુક્રનો ત્રિગ્રહી યોગ ત્યારે બને છે જ્યારે આ ત્રણેય ગ્રહો એક જ રાશિમાં એકસાથે સ્થિત થાય છે. જ્યોતિષમાં સૂર્યને આત્મબળ અને પ્રતિષ્ઠાનો કારક, શનિને કર્મ અને શિસ્તનો પ્રતિક તેમજ શુક્રને સુખ, વૈભવ અને ધનનો ગ્રહ માનવામાં આવે છે. આ ત્રણેય ગ્રહોની યુતિ જીવનમાં મોટા પરિવર્તનના સંકેત આપે છે. આ યોગ કારકિર્દી, આર્થિક સ્થિતિ અને સામાજિક માન-સન્માન પર ઊંડો પ્રભાવ પાડી શકે છે. કેટલીક રાશિઓ માટે આ સમય ખાસ લાભદાયક સાબિત થઈ શકે છે, જેમાં ધનલાભ, બચત અને નવી સિદ્ધિઓના યોગ બની શકે છે.

આ ત્રિગ્રહી યોગ તમામ રાશિઓને પ્રભાવિત કરશે, પરંતુ ખાસ કરીને વૃષભ, સિંહ, તુલા અને મકર રાશિના જાતકો માટે આ સમય આર્થિક રીતે ખૂબ શુભ માનવામાં આવે છે.

વૃષભ રાશિ:

આવકના નવા સ્ત્રોત ઉભા થઈ શકે છે. ખર્ચ પર નિયંત્રણ રહેશે અને બચત વધશે. રોકાણમાંથી સારો વળતર મળવાની શક્યતા છે.

સિંહ રાશિ:

કારકિર્દીમાં સ્થિરતા અને પ્રમોશનના સંકેત છે. મહેનતનું પૂરું ફળ મળશે. અચાનક ધનલાભ અથવા બોનસ મળવાની સંભાવના છે.

તુલા રાશિ:

શુક્રની કૃપાથી આર્થિક સંતુલન મજબૂત બનશે. અટકેલું ધન પરત મળી શકે છે. પરિવારના સહકારથી ધન સંચય વધશે.

મકર રાશિ:

શનિના પ્રભાવથી આયોજનબદ્ધ રીતે બચત થશે. લાંબા ગાળાના રોકાણ લાભદાયક રહેશે અને ભવિષ્ય સુરક્ષિત બનાવવા તકો મળશે.

એકંદરે, આ ત્રિગ્રહી યોગ ધન બચત, આર્થિક સ્થિરતા અને નવી સંભાવનાઓના દરવાજા ખોલી શકે છે.

આ પણ વાંચો: Panchgrahi Rajyog 2026: 17 ફેબ્રુઆરીએ શનિદેવની કુંભ રાશિમાં રચાશે શક્તિશાળી યોગ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)