જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની ચાલ, તેમની સ્થિતિ અને એકબીજા સાથેની યુતિને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યારે ત્રણ ગ્રહો એક જ રાશિમાં એકસાથે બિરાજમાન થાય છે, ત્યારે ત્રિગ્રહી યોગનું નિર્માણ થાય છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, આ યોગની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળી શકે છે. જોકે, કેટલીક રાશિઓ માટે આ યોગ વિશેષ શુભ પરિણામો આપનાર સાબિત થઈ શકે છે.
3 નવેમ્બરના રોજ ચંદ્રમા સિંહ રાશિમાં પ્રવેશ કરશે
3 નવેમ્બરના રોજ ચંદ્રમા સિંહ રાશિમાં પ્રવેશ કરશે. અહીં ગુરુ અને કેતુ પહેલેથી જ બિરાજમાન છે. આવી સ્થિતિમાં સિંહ રાશિમાં ચંદ્રમા, ગુરુ અને કેતુની યુતિથી ત્રિગ્રહી યોગ બનશે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, આ યોગના શુભ પ્રભાવથી ચાર રાશિના જાતકોને નોકરી, વ્યવસાય, આવક અને આર્થિક બાબતોમાં લાભ મળી શકે છે. લાંબા સમયથી અટવાયેલાં કામો પૂર્ણ થવાની સાથે પ્રગતિના નવા રસ્તા પણ ખુલી શકે છે. તો ચાલો જાણીએ કઈ છે આ ચાર ભાગ્યશાળી રાશિઓ.
મેષ રાશિ (Aries)
મેષ રાશિના જાતકો માટે ત્રિગ્રહી યોગ શુભ પરિણામો લઈને આવી શકે છે. લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા મળવાની શક્યતા છે. અગાઉ કરેલા રોકાણમાંથી પણ સારો લાભ મળી શકે છે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળવાથી પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. નોકરી અને વ્યવસાયમાં તમે જે મહેનત કરી રહ્યા છો તેનું સારું પરિણામ મળી શકે છે. કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળવાથી તમારો આત્મવિશ્વાસ વધશે. પરિવારના સભ્યો સાથે આનંદદાયક સમય પસાર કરવાની તક મળશે. આ સમય દરમિયાન ધાર્મિક યાત્રાનું આયોજન પણ થઈ શકે છે.
સિંહ રાશિ (Leo)
સિંહ રાશિના જાતકો માટે આ સમય અનુકૂળ રહી શકે છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને કામ કરવાની ક્ષમતામાં સુધારો થશે. લાંબા સમયથી અટવાયેલાં કામો પૂર્ણ થવાની શક્યતા છે. નોકરી કરતા લોકોને તેમની મહેનતનું યોગ્ય પરિણામ મળી શકે છે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે. વેપારીઓને સારો નફો મળવાના યોગ છે. પૈતૃક સંપત્તિ સાથે જોડાયેલા વિવાદોમાં રાહત મળી શકે છે. કોર્ટ-કચેરી સંબંધિત બાબતોમાં પણ તમારા પક્ષમાં પરિણામ આવવાની આશા છે.
વૃશ્ચિક રાશિ (Scorpio)
વૃશ્ચિક રાશિના જાતકો માટે ત્રિગ્રહી યોગ લાભદાયી સાબિત થઈ શકે છે. આવક વધારવાની નવી તકો મળી શકે છે. અગાઉથી ચાલી રહેલા કામોમાં પણ સારો ફાયદો થવાની શક્યતા છે. વેપારીઓની કોઈ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે. ભાગીદારીમાં વ્યવસાય કરતા લોકોને પણ આર્થિક લાભ મળી શકે છે. પરિવારનું વાતાવરણ ખુશનુમા રહેશે અને પરિવારના સભ્યો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. જૂની સમસ્યાઓમાંથી છુટકારો મળી શકે છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં સફળતા મળી શકે છે.
ધનુ રાશિ (Sagittarius)
ધનુ રાશિના જાતકો માટે ત્રિગ્રહી યોગ શુભ સમાચાર લઈને આવી શકે છે. આ સમય દરમિયાન ભાગ્યનો સાથ મળવાથી લાંબા સમયથી અટકેલાં કામો પૂર્ણ થઈ શકે છે. આર્થિક મુશ્કેલીઓમાં ઘટાડો થવાની શક્યતા છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે અને નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. જે લોકો નવી નોકરીની શોધમાં છે તેમને સારી તક મળી શકે છે. વેપારીઓને પણ સારો આર્થિક લાભ થવાના યોગ છે. આ સમય દરમિયાન લાંબી મુસાફરીનું આયોજન થઈ શકે છે અને આ યાત્રા સફળ રહેવાની શક્યતા છે.
આ પણ વાંચો: Diwali 2026: દિવાળી પહેલાં ઘરમાંથી આ વસ્તુઓ તરત જ કાઢી નાખો, નહીં તો માતા લક્ષ્મી થઈ શકે છે નારાજ!
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)