આજે મેષ સંક્રાંતિના દિવસે દુર્લભ ત્રિપુષ્કર યોગનો સંયોગ બન્યો છે. આ યોગમાં કરવામાં આવેલા શુભ કાર્યોનું ફળ ત્રણ ગણું મળે છે એવી માન્યતા છે.

ત્રિપુષ્કર યોગમાં શું કરવું?

આ દિવસે સોનું ખરીદવું અને રોકાણ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. નવી જમીન અથવા સંપત્તિ ખરીદવી લાભદાયી ગણાય છે. નવા વ્યવસાયની શરૂઆત માટે પણ આ દિવસ ઉત્તમ છે. આ યોગમાં લેવાયેલા નિર્ણયો ભવિષ્યમાં વૃદ્ધિ લાવે છે.

ત્રિપુષ્કર યોગમાં શું ન કરવું?

કોઈ સાથે ઝઘડો અથવા વાદ-વિવાદ ન કરવો. હોસ્પિટલ અથવા કોર્ટના કામ શક્ય હોય તો ટાળવા. કોઈ પાસેથી ઉધાર અથવા કર્જ ન લેવો. કોઈને પૈસા ઉધાર ન આપવા, પાછા મળવાની શક્યતા ઓછી રહે છે. જૂની સંપત્તિ (જેમ કે ગાડી અથવા જમીન) વેચવી ટાળવી.

ત્રિપુષ્કર યોગમાં શું દાન કરવું?

સત્તુ, ગોળ અને ચણાની દાળનું દાન કરવું શુભ માનવામાં આવે છે. ગરીબ બાળકોને પુસ્તકો દાન કરવાથી પુણ્ય મળે છે. પાણીથી ભરેલો માટીનો ઘડો દાન કરવાથી વિષ્ણુજી અને સૂર્યદેવની કૃપા મળે છે. અન્નદાન કરવું પણ અત્યંત પુણ્યકારી છે.

ત્રિપુષ્કર યોગનો સમય

પંચાંગ મુજબ, ત્રિપુષ્કર યોગ 14 એપ્રિલે સાંજે 4:06 વાગ્યે શરૂ થશે અને રાત્રે 12:12 વાગ્યે પૂર્ણ થશે. જ્યારે રવિવાર, મંગળવાર અથવા શનિવારે વિશેષ તિથિ અને નક્ષત્રનો સંયોગ થાય છે ત્યારે આ યોગ બને છે. આ સમયમાં કરવામાં આવેલા કાર્યોનું ફળ ત્રણ ગણું વધે છે એવી માન્યતા છે.

આ પણ વાંચો: Solar New Year 2026: આજથી શરૂ થયુ સોલર નવું વર્ષ, આ રાશિની બદલાશે કિસ્મત