વર્ષ 2025માં તુલસી વિવાહ 2 નવેમ્બરે ઉજવાશે. આ દિવસે ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપ અને તુલસી માતાનું વિધિવત્ લગ્ન કરાવવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસથી બધા શુભ કાર્યોની શરૂઆત થાય છે.

પૂજામાં કેટલીક આવશ્યક સામગ્રી રાખવી અત્યંત જરૂરી માનવામાં આવે છે

તુલસી વિવાહ માટે પૂજામાં કેટલીક આવશ્યક સામગ્રી રાખવી અત્યંત જરૂરી માનવામાં આવે છે. તેમાં મુખ્યત્વે તુલસીનો છોડ, શાલિગ્રામ ભગવાન, પીળા કપડાં, ફૂલમાળા, મીઠાઈ, પાન-સુપારી, નારિયેળ, અગરબત્તી, દીવો, ગંગાજળ, કલશ, ચોખા, હળદર, કુંકુમ, રોળી, ઘી અને નવી ચુનરીનો સમાવેશ થાય છે. તુલસી અને શાલિગ્રામને સુહાગી સ્વરૂપે સજાવવામાં આવે છે અને વિવાહના પૂરા સંસ્કાર વૈદિક રીતથી કરવામાં આવે છે.

મહિલાઓ વિશેષ વ્રત રાખે છે

આ દિવસે મહિલાઓ વિશેષ વ્રત રાખે છે અને તુલસી માતા પાસે પોતાના પરિવારની સુખ-સમૃદ્ધિ અને દાંપત્ય જીવનના મંગલ માટે પ્રાર્થના કરે છે. તુલસી વિવાહના પ્રસંગે ઘરમાં ભજન, કીર્તન અને દીપદાનનું આયોજન કરવાથી ઘરનું વાતાવરણ પવિત્ર અને સકારાત્મક બને છે.

લાખો ભક્તો શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આ પર્વ ઉજવે છે

માન્યતા છે કે તુલસી વિવાહમાં ભાગ લેતા કે પૂજા કરતા માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ મળે છે. તેનાથી જીવનમાં સુખ-શાંતિ, ધન અને સોભાગ્યમાં વૃદ્ધિ થાય છે. આ કારણસર દર વર્ષે લાખો ભક્તો શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આ પર્વ ઉજવે છે અને તુલસી માતાના લગ્નમાં ભાગ લઇ પોતાનું જીવન ધન્ય માનતા હોય છે.

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)