ભારતમાં એવા ઘણા મંદિરો છે જે આસ્થાનું કેન્દ્ર તો ખરાજ પરંતુ પોતાની એક આગવી ઓળક પણ ધરાવે છે. એવા ઘણા મંદિરો છે જેનો પોતાનો ઇતિહાસ છે અને ધાર્મિક માન્યતા છે. આવુ જ એક મંદિર કે જ્યાં ભગવાનને પોલીસની વર્દી પહેરાવવામાં આવે છે. ત્યારે આવો જાણીએ કયુ છે આ મંદિર અને કેમ પહેરાવવામાં આવે છે ખાખીની વર્દી.
કાશીના કોટવાળને અલગ જ શૃંગાર
હિંદુ ધર્મમાં કાશી નગરીનું વિશેષ મહત્વ છે. કાશી દુનિયાનું સૌથી પૌરાણિક શહેર છે. ભગવાન શિવના 12જ્યોર્તિલિંગમાંથી એક કાશી વિશ્વનાથ મહાદેવ છે. વારાણસીમાં સ્થિત બાબ કાલભૈરવનું મંદિર કે જે બહુ પ્રસિદ્ધ છે. તેને કાશીના કોટવાળ પણ કહેવાય છે. માન્યતા છે કે કાળ ભૈરવ કાશીના કોટવાળની રક્ષા કરે છે. આ મંદિરની ખાસ પરંપરા એ પણ છે કે ભૈરવ દાદાને પોલીસની વર્દી પહેરાવવામાં આવે છે. પોલીસની ટોપી, બિલ્લો, ચાંદીનું કડુ અને વર્દી પહેરાવાય છે.
કેમ પહેરાવાય છે વર્દી ?
કોરોના મહામારી દરમિયાન જ્યારે દુનિયા સંકટમાં હતી ત્યારે કાશીના લોકોએ બાબા કાલ ભૈરવ પાસે રક્ષણની પ્રાર્થના કરી હતી. તે સમયે મંદિરના પૂજારીઓ અને સ્થાનિક પ્રશાસને નિર્ણય લીધો કે બાબાને પોલીસની વર્દી પહેરાવીને શહેરની સુરક્ષા અને મહામારીથી મુક્તિની પ્રાર્થના કરવામાં આવે. આ પહેલ આસ્થાનું પ્રતિક હતી. જે પોલીસ કર્મીઓ પ્રત્યે માન સન્માન પણ દર્શાવતી હતી. ત્યારથી આ પરંપરા અનુસરવામાં આવે છે. ખાસ કરીને જ્યારે શહેરમાં કોઇ વિશેષ અવસર કે સંકટની સ્થિતિ હોય.
શું છે માન્યતા ?
સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓનું માનવુ છે કે કાલ ભૈરવના અનેક રૂપ છે. પોલીસની વર્દીમાં જોવા તે એક પ્રતિકાત્મક સંદેશ છે કે કાશીના રક્ષક છે અને ખોટા કામ કરનારાને દંડિત કરશે. કાલ ભૈરવને પોલીસની વર્દીમાં જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. માન્યતા છે કે કાશીમાં વસનારા લોકોના પાપના લેખા જોખા બાબા સ્વયં કરે છે. બાબા ખરાબ કર્મો કરનારને દંડ આપે છે જ્યારે લોકોની સમસ્યાનું સમાધાન પણ કરે છે.