જો ઘરમાં નકારાત્મક ઊર્જા વધવા લાગે તો તેનો સીધો અસર ધન, સુખ-સમૃદ્ધિ અને માનસિક શાંતિ પર પડે છે. ઘણી વખત આપણે નાની-નાની બાબતોને અવગણીએ છીએ, પરંતુ એ જ બાબતો ધીમે-ધીમે આર્થિક મુશ્કેલીઓનું કારણ બની શકે છે. ચાલો જાણીએ એવા 5 વાસ્તુ દોષ, જેને સુધારીને તમે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકો છો.
1. દરવાજા પાસે ચંપલ-જૂતાંનો ઢગલો
મુખ્ય દરવાજો માત્ર પ્રવેશદ્વાર નથી, પરંતુ સકારાત્મક ઊર્જાનો પ્રવેશ બિંદુ છે. અહીં ચંપલ-જૂતાંનો ઢગલો રાખવાથી નકારાત્મક ઊર્જા વધે છે અને માતા લક્ષ્મીનો પ્રવેશ અટકે છે. ચંપલ હંમેશા ગોઠવીને બાજુમાં રાખવા જોઈએ.
2. તૂટેલું-ફૂટેલું સામાન રાખવું
ઘરમાં તૂટેલા વાસણો, ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક વસ્તુઓ રાખવી અશુભ માનવામાં આવે છે. આથી ગરીબી અને આર્થિક નુકસાન વધે છે. આવા સામાનને તરત દૂર કરી દેવું જોઈએ.
3. રસોડાની ખોટી દિશા
રસોડું ઘરની સૌથી મહત્વપૂર્ણ જગ્યામાંથી એક છે. જો રસોડું યોગ્ય દિશામાં ન હોય અથવા ત્યાં ગંદકી હોય તો તે ધનહાનિ અને આરોગ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. રસોડું હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવું જોઈએ.
4. ગંદા અથવા બંધ પાણીના સ્ત્રોત
પાણીનો પ્રવાહ સકારાત્મક ઊર્જાનું પ્રતિક છે. જો ટાંકી, નળ અથવા પાણી સંબંધિત જગ્યાઓ ગંદી કે બંધ હોય તો તે આર્થિક અવરોધ દર્શાવે છે. તેને સાફ અને કાર્યરત રાખવું જરૂરી છે.
5. અંધારું અને અવ્યવસ્થિત ઘર
ઘરમાં અંધારું અને ગંદકી નકારાત્મક ઊર્જા વધારશે. પૂરતી લાઈટ અને સ્વચ્છતા સકારાત્મકતા લાવે છે, જે ધન અને સુખ-સમૃદ્ધિ વધારવામાં મદદરૂપ બને છે.
જો તમે આ નાના-નાના વાસ્તુ દોષોને સમયસર સુધારી લો, તો માત્ર આર્થિક સ્થિતિમાં સુધારો જ નહીં થાય, પરંતુ ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ પણ કાયમ રહેશે.
આ પણ વાંચો: Budh Nakshtra Gochar 2026: બુધ કરશે ભરણી નક્ષત્રમાં પ્રવેશ, 7 મેથી આ રાશિની બલ્લે-બલ્લે
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)