કાચબો ભગવાન વિષ્ણુના કૂર્મ અવતારનું પ્રતિક પણ માનવામાં આવે છે, તેથી તેને ધારણ કરવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સકારાત્મકતા વધે છે. પરંતુ દરેક વ્યક્તિ માટે કાચબાની અંગૂઠી પહેરવી શુભ હોય જ એવું નથી.

કાચબાની અંગૂઠી સામાન્ય રીતે ચાંદી અથવા પંચધાતુમાં બનાવવામાં આવે છે

જ્યોતિષીઓ મુજબ કાચબાની અંગૂઠી સામાન્ય રીતે ચાંદી અથવા પંચધાતુમાં બનાવવામાં આવે છે. તેને ધારણ કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને કરિયરમાં સફળતા મળવાની શક્યતા વધે છે. ખાસ કરીને જેમની કુંડળીમાં ચંદ્ર અથવા શુક્ર નબળા હોય, તેમના માટે આ અંગૂઠી લાભદાયક માનવામાં આવે છે. વેપારીઓ અને નોકરીપેશા લોકોને પણ તેનો લાભ મળી શકે છે.

કેટલીક રાશિના જાતકોને કાચબાની અંગૂઠી પહેરવી નહી

પરંતુ કેટલીક રાશિના જાતકોને કાચબાની અંગૂઠી પહેરવાથી બચવાની સલાહ આપવામાં આવે છે. મેષ, સિંહ અને ધન રાશિના જાતકો માટે આ અંગૂઠી અનુકૂળ માનવામાં આવતી નથી. કારણ કે આ રાશિઓ પર અગ્નિ તત્વનો પ્રભાવ વધુ હોય છે, જ્યારે કાચબો જળ તત્વ સાથે જોડાયેલો છે. અગ્નિ અને જળ તત્વના સંઘર્ષથી જીવનમાં માનસિક અસંતુલન, કામમાં અવરોધ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

કુંડળીમાં શનિ અથવા રાહુ પહેલેથી જ અશુભ સ્થિતિમાં હોય

આ ઉપરાંત, જેમની કુંડળીમાં શનિ અથવા રાહુ પહેલેથી જ અશુભ સ્થિતિમાં હોય, તેમને પણ નિષ્ણાતની સલાહ વિના કાચબાની અંગૂઠી ન પહેરવી જોઈએ. ખોટી ધાતુ અથવા ખોટા દિવસે અંગૂઠી ધારણ કરવાથી લાભના બદલે નુકસાન થવાની શક્યતા રહે છે.

જો તમે કાચબાની અંગૂઠી પહેરવાનો વિચાર કરો છો, તો પહેલા તમારી કુંડળીની તપાસ કરાવો અને અનુભવી જ્યોતિષીની સલાહ અવશ્ય લો. યોગ્ય વિધિ અને યોગ્ય સમયે ધારણ કરેલી કાચબાની અંગૂઠી ભાગ્ય બદલવામાં સહાયક બની શકે છે, પરંતુ બેદરકારી મુશ્કેલી પણ વધારી શકે છે.

આ પણ વાંચો: Grah Gochar: ફેબ્રુઆરીમાં એક વખત નહી 3 વખત ગ્રહોના રાજા કરશે ગોચર, આ રાશિને છપ્પર ફાડ કમાણી

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)