ઘણી વખત કઠિન મહેનત છતાં ઘરમાં પૈસા ટકતા નથી અથવા માનસિક તણાવ રહે છે. અનેક પ્રયાસો પછી આપણે ઘરના વાસ્તુ પર ધ્યાન આપીએ છીએ, પણ ઘણી વાર બાલ્કનીને અવગણીએ છીએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, બાલ્કનીમાં રાખેલી કેટલીક વસ્તુઓ અને ખોટી દિશા તમારા વિકાસમાં અવરોધ ઉભો કરી શકે છે.
બાલ્કનીની સાચી દિશા બદલી શકે છે ભાગ્ય
વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓનું ખૂબ મહત્વ છે. બાલ્કની માટે ઉત્તર અને પૂર્વ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેને દેવ માર્ગ કહેવામાં આવે છે. આ દિશામાં બાલ્કની હોય તો સૂર્યના પ્રથમ કિરણો ઘરની નકારાત્મકતા દૂર કરે છે. આ જગ્યા સ્વચ્છ અને ખુલ્લી રાખવી જોઈએ. બાલ્કનીમાં યોગ્ય દિશામાં છોડ લગાવવાથી વાસ્તુ દોષ દૂર થાય છે.
કયા છોડ લગાવવા જોઈએ?
તુલસી: ઉત્તર-પૂર્વ (ઈશાન કોણ)માં તુલસીનો છોડ લગાવવો શુભ છે, તેને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે.
મની પ્લાન્ટ: આર્થિક સમસ્યા દૂર કરવા દક્ષિણ-પૂર્વ દિશામાં મની પ્લાન્ટ રાખવો શુભ માનવામાં આવે છે.
શમી: શનિ દોષ દૂર કરવા અને સફળતા માટે શમીનો છોડ લગાવો.
બાલ્કનીમાં કાંટાવાળા અથવા દૂધ છોડતા છોડ ન લગાવો, તે ઘરમાં કલહ અને તણાવ લાવે છે.
દીવાલના રંગ અને સાંજનો દીવો
બાલ્કનીની દીવાલો માટે હળવા રંગો પસંદ કરો જેમ કે સફેદ, ક્રીમ અથવા હળવો પીળો. રોજ સાંજે બાલ્કનીમાં દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. ભારે ફર્નિચર દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં જ રાખવું.
આ વસ્તુઓ રાખવાનું ટાળો
કબાટ અને તૂટેલા વાસણ: બાલ્કનીમાં જૂનો સામાન રાખવાથી રાહુનો નકારાત્મક પ્રભાવ વધે છે.
સૂકા છોડ: સૂકા છોડ તુરંત દૂર કરો, તે દુર્ભાગ્ય અને આર્થિક નુકસાનનું પ્રતિક છે.
ગંદકી: બાલ્કની સ્વચ્છ રાખવાથી માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે.
આ પણ વાંચો: Palm Reading Tips: હાથની આ રેખા કહેવાય બ્રેકઅપ લાઇન, પાર્ટનરથી મળે વારંવાર દગો
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)