જો આપણું ઘર અથવા કાર્યસ્થળ વાસ્તુના નિયમો અનુસાર હોય તો જીવનમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિનો વાસ રહે છે. જ્યારે ઘર વાસ્તુ અનુસાર ન હોય ત્યારે સુખ-સંપત્તિમાં અછત અનુભવાઈ શકે છે. તેથી ઘર બનાવતી વખતે વાસ્તુનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. 


શુ તમે જાણો છો ઘરની સીડીઓની નીચે શું રાખવું જોઈએ અને શું નહીં. વાસ્તુશાસ્ત્ર અનુસાર સીડીઓની નીચેનો ભાગ ઘરની ઊર્જાને પ્રભાવિત કરે છે. જો આ જગ્યાનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ઘરમાં સકારાત્મકતા, સુખ-સમૃદ્ધિ અને શાંતિ જળવાઈ રહે છે, જ્યારે ખોટી વસ્તુઓ રાખવાથી માનસિક તણાવ, આર્થિક મુશ્કેલીઓ અને નકારાત્મક ઊર્જા વધી શકે છે.

સીડીઓની નીચે શું રાખવું જોઈએ?

હળવો સામાન

વાસ્તુ અનુસાર સીડીઓની નીચેની જગ્યા હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવી જોઈએ. અહીં હળવો સામાન અથવા ડેકોરેટિવ વસ્તુઓ રાખવી શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ જળવાઈ રહે છે અને વાસ્તુદોષ પણ લાગતો નથી.

ઇન્ડોર પ્લાન્ટ્સ

નાના લીલા છોડ જેમ કે મની પ્લાન્ટ અથવા બાંસનો છોડ રાખવો શુભ માનવામાં આવે છે. આવા છોડ વાતાવરણને શાંત અને સકારાત્મક બનાવવામાં મદદરૂપ થાય છે. સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.

બુક શેલ્ફ અથવા સ્ટોરેજ

જો જગ્યા ઉપયોગી બનાવવી હોય તો અહીં નાની બુક શેલ્ફ અથવા સુવ્યવસ્થિત સ્ટોરેજ કેબિનેટ બનાવી શકાય. જોકે ધ્યાન રાખવું કે ત્યાં કચરો અથવા બિનજરૂરી વસ્તુઓનો ઢગલો ન થાય.

સજાવટની વસ્તુઓ

હળવી સજાવટની વસ્તુઓ, પેઇન્ટિંગ અથવા સુંદર લાઇટિંગ લગાવવી પણ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરનું સૌંદર્ય વધે છે અને સકારાત્મક વાતાવરણ સર્જાય છે.

સીડીઓની નીચે શું ન રાખવું જોઈએ?

મંદિર ન બનાવવું

વાસ્તુશાસ્ત્ર અનુસાર સીડીઓની નીચે મંદિર બનાવવું અશુભ માનવામાં આવે છે. એવું કરવાથી પૂજાનું સંપૂર્ણ ફળ મળતું નથી અને માનસિક અશાંતિ વધી શકે છે.

રસોડું અથવા ગેસનો ચુલો

સીડીઓની નીચે રસોડું બનાવવું અથવા ગેસનો ચુલો રાખવો વાસ્તુદોષનું કારણ બની શકે છે. તેનાથી ઘરમાં તણાવ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધવાની શક્યતા રહે છે.

બાથરૂમ અથવા ટોયલેટ

સીડીઓની નીચે ટોયલેટ અથવા બાથરૂમ બનાવવું પણ વાસ્તુમાં યોગ્ય માનવામાં આવતું નથી. તેનાથી નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધી શકે છે.

ભારે કબાડ અને તૂટેલી વસ્તુઓ

જૂનો કબાડ, તૂટેલું ફર્નિચર અથવા બિનઉપયોગી ઇલેક્ટ્રોનિક સામાન રાખવાથી ઘરમાં નકારાત્મકતા વધે છે. વાસ્તુ અનુસાર તે આર્થિક મુશ્કેલીઓનું કારણ બની શકે છે.

તિજોરી અથવા પૈસા રાખવાની જગ્યા

સીડીઓની નીચે તિજોરી અથવા નાણાં રાખવાની વ્યવસ્થા ન કરવી જોઈએ. માન્યતા મુજબ તેનાથી ધનહાનિ અને આર્થિક અસ્થિરતાનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો: Parama Ekadashi 2026: સહસ્ત્ર ગણુ ફળ આપનારી પરમા એકાદશી ક્યારે છે?

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)

  • Follow us on: