ધાર્મિક માન્યતાઓ ઉપરાંત વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ કપૂરને લાભદાયી માનવામાં આવે છે.
નકારાત્મક ઊર્જા દૂર થાય છે
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, સાંજના સમયે કપૂર સળગાવવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. કપૂર સળગતા જ વાતાવરણને શુદ્ધ કરે છે અને સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે. પરિણામે ઘરમાં શાંતિ અને સુખદ માહોલ બની રહે છે.
ધન અને સમૃદ્ધિમાં વધારો
એવું માનવામાં આવે છે કે નિયમિત રીતે સાંજે કપૂર સળગાવવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ખાસ કરીને જો કપૂરને દીવો અથવા ઘી ના દીપ સાથે સળગાવવામાં આવે, તો આર્થિક મુશ્કેલીઓ ધીમે-ધીમે દૂર થવા લાગે છે અને ધન પ્રાપ્તિનાં નવા માર્ગો ખુલવા લાગે છે.
માનસિક શાંતિ અને તણાવમાં ઘટાડો
કપૂરની સુગંધ મનને શાંત કરે છે. દરરોજ સાંજે કપૂર સળગાવવાથી દિવસભરના તણાવ અને થાકમાં રાહત મળે છે. આ એક પ્રકારની કુદરતી અરોમાથેરાપી જેવી અસર કરે છે, જેનાથી માનસિક સંતુલન જળવાઈ રહે છે.
સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી
વૈજ્ઞાનિક દૃષ્ટિએ કપૂરમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-વાયરલ ગુણધર્મો હોય છે. કપૂર સળગાવવાથી હવામાં રહેલા હાનિકારક જીવાણુઓ ઘટે છે, જેના કારણે સંક્રમણનો જોખમ ઓછો થાય છે. ખાસ કરીને સર્દી-ઝુકામના મોસમમાં તેનો વિશેષ લાભ જોવા મળે છે.
કપૂર કેવી રીતે અને ક્યારે સળગાવવુ
સૂર્યાસ્ત પછી સાંજના સમયે ઘરના પૂજા સ્થાન અથવા મુખ્ય દ્વાર પાસે કપૂર સળગાવવું શુભ માનવામાં આવે છે. ધ્યાન રાખો કે કપૂર શુદ્ધ હોય અને સળગાવતા સમયે ઘરમાં યોગ્ય હવા આવતી રહે.
દરરોજ સાંજે કપૂર સળગાવવું ધાર્મિક રીતે તો શુભ છે જ, સાથે સાથે તે માનસિક, શારીરિક અને વાસ્તુ સંબંધિત અનેક લાભો પણ આપે છે. યોગ્ય રીત અને નિયમિતતા સાથે આ ઉપાય અપનાવવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો અનુભવ થઈ શકે છે.
આ પણ વાંચો: Rajyog 2026: બે સદી બાદ બનશે શુક્રાદિત્ય સહિત 4 રાજયોગ, આ રાશિઓનું નસીબ ચમકશે
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)