ઘણા લોકોને ટેવ હોય છે કે જૂના કપડા ક્યારેય ફેંકે નહી ભલેને ફાટી જતા. પહેરે અથવા તો કબાટમાં મૂકી રાખે. આવા કપડાં માત્ર જગ્યા જ નથી રોકતા, પરંતુ ઘરના સમગ્ર વાતાવરણને પણ ભારે અને તણાવપૂર્ણ બનાવી દે છે. તેથી સમય રહેતા તેનો યોગ્ય નિકાલ કરવો અત્યંત જરૂરી છે. ત્યારે આવો જાણીએ તમારા કબાટમાં રહેલા જૂના અને તમે ન પહેરતા હોવ તેવા કપડાનો સંગ્રહ કેવી અસર કરે છે.
વાસ્તુ અનુસાર જૂના કપડા ઘરમાં કેમ ન રાખવા ?
- વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ફાટેલા, જૂના અને ડાઘવાળા કપડાંને અશુભ માનવામાં આવે છે.
- આ પ્રકારના કપડાં નકારાત્મક ઉર્જાનો સંગ્રહસ્થાન બની જાય છે.
- લાંબા સમય સુધી આવા કપડાં ઘરમાં પડ્યા રહેવાથી માનસિક તણાવ, વગર કારણે ઝઘડા અને આર્થિક તંગી જેવી સમસ્યાઓ વધવા લાગે છે.
પરિવાર પર થતી માઠી અસરો
ઘરમાં રાખેલા નકામા કપડાંની સીધી અસર પરિવારના સભ્યોના માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. તેનાથી લોકોમાં ચિડચિડાપણું વધે છે અને નાની-નાની વાતોમાં વિખવાદ થાય છે. બાળકોના અભ્યાસ પર પણ આની નકારાત્મક અસર જોવા મળે છે. વાસ્તુ અનુસાર, આ કપડાં ઘરની સકારાત્મક ઉર્જાને શોષી લે છે, જેનાથી સુખ-શાંતિ હણાઈ જાય છે.
આવા કપડાંનું શું ન કરવું જોઈએ?
ફાટેલા-તૂટેલા કે ખરાબ થઈ ગયેલા કપડાંને ક્યારેય સીધા કચરામાં ફેંકવા ન જોઈએ અને તેને સળગાવવા પણ ન જોઈએ. આ ઉપરાંત, આવા કપડાં કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાનમાં આપવાનું પણ ટાળવું જોઈએ, કારણ કે તેનાથી નકારાત્મક ઉર્જા અન્ય વ્યક્તિ સુધી પહોંચે છે. વાસ્તુ નિષ્ણાતોના મતે ખરાબ સામાનનું દાન કરવું અશુભ ગણાય છે.
જૂના કપડાંનો સાચો નિકાલ કેવી રીતે કરવો?
રિસાયકલિંગ માટે આપો: ફાટેલા કપડાંને રદ્દીવાળાને વેચી દો અથવા તો જે લોકો તેમાંથી દોરડા, પોતા, ગોદડા કે ગાદલા બનાવે છે તેમને આપી દો. જ્યાં આ કપડાંનો ફરીથી યોગ્ય ઉપયોગ થઈ શકે ત્યાં આપવાથી વાસ્તુદોષ પણ નથી લાગતો અને પર્યાવરણને પણ નુકસાન થતું નથી. જે કપડાં પહેરવા લાયક અને સારી સ્થિતિમાં હોય, તેને જ હંમેશા દાનમાં આપવા જોઈએ.
શનિ અને રાહુની અશુભ દ્રષ્ટિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જૂના અને ફાટેલા કપડાંનો સીધો સંબંધ શનિ અને રાહુ ગ્રહ સાથે છે. ઘરમાં આવા કપડાંનો જમાવડો થવાથી શનિ દોષ વધે છે, જેના કારણે કાર્યોમાં અવરોધ, વિલંબ અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ કપડાંનો નિયમિત નિકાલ કરવાથી ગ્રહોની અશુભ અસરો ઓછી થાય છે.
કબાટની નિયમિત સફાઈ છે જરૂરી
મહિનામાં ઓછામાં ઓછું એકવાર કબાટની સરખામણી અને સફાઈ ચોક્કસ કરો. જે કપડાં ફાટી ગયા હોય કે જેનો રંગ ઉડી ગયો હોય તેને તરત જ અલગ કરી દો. વ્યવસ્થિત અને સાફ-સુથરા કબાટમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ હંમેશા સારો રહે છે.
નકામા કપડાં હટાવવાથી થતા ફાયદા
જૂના કપડાં ઘરમાંથી બહાર ફેંકવાથી પરિવારમાં પરસ્પર પ્રેમ અને સમજણ વધે છે. વાસ્તુદોષ દૂર થતાં જ આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. આપણી નાની આદતો બદલીને પણ આપણે જીવનને વધુ સારું બનાવી શકીએ છીએ.
(Disclaimer- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. અમે એટલે કે સંદેશ ન્યૂઝ ડિઝિટીલ ખાતરી આપી શકતા નથી કે તે સાચું અને સાબિત થયું છે. )