તમારી આ નાની આદત ઘરની સુખ-શાંતિ અને આર્થિક સ્થિતિ પર મોટો પ્રભાવ પાડી શકે છે. ચાલો જાણીએ કે બાલ્કનીમાં વોશિંગ મશીન રાખવા અંગે વાસ્તુના નિયમો શું કહે છે અને નુકસાનથી બચવા માટે કયા ઉપાયો અપનાવવા જોઈએ.

બાલ્કનીમાં વોશિંગ મશીન: યોગ્ય કે અયોગ્ય?

વાસ્તુ શાસ્ત્ર મુજબ બાલ્કનીમાં વોશિંગ મશીન રાખવું સંપૂર્ણપણે ખોટું નથી, પરંતુ તે તમારી બાલ્કની કઈ દિશામાં છે તેના પર આધાર રાખે છે.

વોશિંગ મશીનમાં બે મુખ્ય તત્વો હોય છે – પાણી અને વીજળી/ગતિ. તેમાં કપડાંની ગંદકી સાફ થાય છે તેથી ખોટી દિશાની બાલ્કનીમાં મશીન રાખવાથી ઘરની એનર્જી બેલેન્સ બગડી શકે છે.

દિશાઓનું મહત્વ

ઉત્તર અથવા પૂર્વ દિશાની બાલ્કની

આ દિશામાં વોશિંગ મશીન રાખવાની મનાઈ માનવામાં આવે છે. ઉત્તર અને પૂર્વ દિશાને ઘરની સૌથી પવિત્ર દિશા ગણવામાં આવે છે. અહીંથી ઘરમાં સકારાત્મક ઊર્જા અને સૂર્યપ્રકાશ પ્રવેશ કરે છે.

નુકસાન: જો આ દિશાની બાલ્કનીમાં વોશિંગ મશીન રાખીને કપડાં ધોવામાં આવે તો ગંદુ પાણી અને મશીનનો અવાજ સકારાત્મક ઊર્જાને રોકે છે. જેના કારણે ઘરના મુખ્ય વ્યક્તિના માન-સન્માનમાં ઘટાડો થઈ શકે છે અને આર્થિક નુકસાન પણ થઈ શકે છે.

ઉત્તર-પશ્ચિમ દિશાની બાલ્કની

વાસ્તુ અનુસાર જો તમારી બાલ્કની ઉત્તર-પશ્ચિમ દિશામાં છે તો વોશિંગ મશીન રાખવા માટે આ સૌથી યોગ્ય જગ્યા માનવામાં આવે છે. આ દિશા હવાના પ્રવાહનું પ્રતિક છે, જે કપડાં સુકવવા અને જૂની નકારાત્મક ઊર્જાને બહાર કાઢવાનું સૂચવે છે.

દક્ષિણ અથવા પશ્ચિમ દિશાની બાલ્કની

આ દિશાની બાલ્કનીમાં પણ વોશિંગ મશીન રાખી શકાય છે, કારણ કે આ દિશાઓ ભારે વસ્તુઓ માટે અનુકૂળ માનવામાં આવે છે. પરંતુ મશીનને બાલ્કનીના બરાબર મધ્યમાં ન રાખવું, કોઈ ખૂણે ગોઠવીને રાખવું વધુ સારું ગણાય છે.

બાલ્કનીમાં મશીન રાખતા લોકો માટે 4 મહત્વપૂર્ણ વાતો

જો તમારા ફ્લેટમાં ઉત્તર-પશ્ચિમ દિશાની બાલ્કની ન હોય અને મજબૂરીમાં બીજી દિશામાં મશીન રાખવું પડે, તો નીચેના વાસ્તુ ઉપાયો અપનાવીને દોષ ઘટાડો કરી શકાય છે:

વોશિંગ મશીનને હંમેશા ઢાંકી રાખો.

જ્યારે મશીનનો ઉપયોગ ન થતો હોય ત્યારે તેના પર સારો ફેબ્રિક કવર નાખીને રાખો.

ખુલ્લું મશીન નકારાત્મક ઊર્જાને આકર્ષિત કરે છે એવું માનવામાં આવે છે.


આ પણ વાંચો: Numerology: સુતેલા સિંહ જેવા હોય આ મૂળાંકના લોકો, આંખ ખુલતા જ દુનિયા પર જીત નક્કી

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)