ઘણા લોકો આદતવશ અથવા બચત માટે રોટલી ગણીને બનાવે છે, પરંતુ વાસ્તુ મુજબ આવું કરવું શુભ માનવામાં આવતું નથી. માન્યતા છે કે ભોજન હંમેશા “પૂરતું” અને “વહેંચી શકાય એવું” હોવું જોઈએ, અભાવની ભાવના સાથે નહીં.

વાસ્તુ નિષ્ણાતોના કહેવા મુજબ ગણીને રોટલી બનાવવાથી ઘરમાં અભાવની માનસિકતા વધી શકે છે 

વાસ્તુ નિષ્ણાતોના કહેવા મુજબ ગણીને રોટલી બનાવવાથી ઘરમાં અભાવની માનસિકતા વધી શકે છે અને સમૃદ્ધિના પ્રવાહમાં અવરોધ આવે છે. ભારતીય પરંપરામાં અન્નને માતા અન્નપૂર્ણાનું પ્રસાદ માનવામાં આવે છે, તેથી ભોજન બનાવતી વખતે ઉદારતા અને કૃતજ્ઞતાનો ભાવ રાખવો જોઈએ. જો ભોજન થોડું વધારાનું બની જાય તો તેને ગાય, કૂતરા, પક્ષીઓ અથવા જરૂરિયાતમંદ લોકોને આપી શકાય છે. આવું કરવાથી પુણ્ય મળે છે અને ઘરમાં સકારાત્મક ઊર્જા જળવાય રહે છે.

પ્રથમ રોટલી ગાય માટે અને છેલ્લી રોટલી કૂતરા માટે કાઢવી શુભ 

એક બીજી માન્યતા મુજબ પ્રથમ રોટલી ગાય માટે અને છેલ્લી રોટલી કૂતરા માટે કાઢવી શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આવું કરવાથી દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને નકારાત્મક ઊર્જા દૂર થાય છે. સાથે જ રસોડામાં ભોજન બનાવતી વખતે ગુસ્સો, તણાવ અથવા ચીડચીડાપણું રાખવું ટાળવું જોઈએ, કારણ કે તેની અસર ભોજનની ઊર્જા પર પડે છે.

આધુનિક જીવનશૈલીમાં ખોરાકની બરબાદી ટાળવી પણ એટલી જ મહત્વપૂર્ણ

આધુનિક જીવનશૈલીમાં ખોરાકની બરબાદી ટાળવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે, તેથી જરૂર મુજબ ભોજન બનાવવું વ્યવહારિક માનવામાં આવે છે. પરંતુ વાસ્તુ દૃષ્ટિએ ભોજન બનાવતી વખતે “અભાવ” કરતાં “સમૃદ્ધિ” અને “વહેંચણી”નો ભાવ રાખવો વધુ શુભ ગણાય છે.

અતે જો તમે પણ રોટલી ગણીને બનાવો છો, તો વાસ્તુ મુજબ થોડું વધારું બનાવીને જરૂરિયાતમંદોને આપવું ઘર માં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા વધારવાનું સરળ ઉપાય માનવામાં આવે છે.

આ પણ વાંચો: Holashtak 2026: હોળાષ્ટકમાં આ 4 સપનાઓ આવે તો સમજો પ્રગતિનો માર્ગ ખુલ્યો

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)