અહીં અગ્નિ તત્વનો પ્રભાવ સૌથી વધુ હોય છે, તેથી જો અહીં જળ તત્વનું સંતુલન યોગ્ય રીતે રાખવામાં આવે તો તે ધન અને સમૃદ્ધિને આકર્ષી શકે છે. ખાસ કરીને પાણીથી ભરેલો ગ્લાસ યોગ્ય દિશામાં રાખવાથી સકારાત્મક પરિણામ મળી શકે છે.

વાસ્તુ મુજબ કિચનમાં પાણીથી ભરેલો ગ્લાસ અથવા વાસણ ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ (ઈશાન કોણ) દિશામાં રાખવો ખૂબ શુભ માનવામાં આવે

વાસ્તુ મુજબ કિચનમાં પાણીથી ભરેલો ગ્લાસ અથવા વાસણ ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ (ઈશાન કોણ) દિશામાં રાખવો ખૂબ શુભ માનવામાં આવે છે. આ દિશા જળ તત્વનું પ્રતિક છે અને અહીં પાણી રાખવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે. તેનાથી ધન વૃદ્ધિના યોગ બને છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે.

જો કિચનમાં સિંક અથવા પાણીની વ્યવસ્થા પહેલેથી જ આ દિશામાં હોય તો તેને વધુ શુભ માનવામાં આવે 

જો કિચનમાં સિંક અથવા પાણીની વ્યવસ્થા પહેલેથી જ આ દિશામાં હોય તો તેને વધુ શુભ માનવામાં આવે છે, પરંતુ જો આવું શક્ય ન હોય, તો તમે સ્વચ્છ ગ્લાસમાં પાણી ભરીને આ દિશામાં રાખી શકો છો. ધ્યાન રાખો કે પાણી દરરોજ બદલો અને ગ્લાસ હંમેશા સાફ રાખો, કારણ કે ગંદું પાણી નકારાત્મક ઊર્જા આકર્ષે છે.

આ ઉપરાંત, કિચનમાં ગેસ ચુલો હંમેશા દક્ષિણ-પૂર્વ દિશામાં હોવો જોઈએ, કારણ કે આ અગ્નિ તત્વની દિશા છે. પાણી અને આગને ખૂબ નજીક ન રાખવું જોઈએ, કારણ કે તે ઊર્જાનું સંતુલન બગાડી શકે છે.

રસોડું હંમેશા સાફ અને વ્યવસ્થિત રાખવું પણ ખૂબ જરૂરી છે. તૂટેલા અથવા બિનજરૂરી સામાન કિચનમાં ન રાખો, કારણ કે તેનાથી ધનની હાનિ થઈ શકે છે. આ સરળ વાસ્તુ ટિપ્સ અપનાવીને તમે ઘરમાં સકારાત્મક ઊર્જા વધારી શકો છો અને આર્થિક સમૃદ્ધિના માર્ગ ખોલી શકો છો. નાના ફેરફારો પણ તમારા જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. 

આ પણ વાંચો: Numerology: પોતાની શરતે જીવન જીવવાનુ પસંદ કરે આ મૂળાંકની યુવતીઓ


(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)