દરેક ઘરમાં ખુબજ મહત્વનો ભાગ એટલે આપણુ રસોડુ જેમાં દેવી અન્નપૂર્ણાનો વાસ રહે છે. માતા લક્ષ્મી પણ વાસ્તુના નિયમો જળવાયેલા હોય તે સ્થાને જ વાસ કરે છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવાયુ કે કેટલીક વસ્તુઓને રસોડામાં ઊંધી ન રાખવી જોઈએ. નહીં તો તમને નકારાત્મક પરિણામો મળી શકે છે. ચાલો જાણીએ આ વિશે.

સમસ્યાઓ વધી શકે છે

વાસ્તુ શાસ્ત્રના નિયમો અનુસાર, રસોડામાં તવાને ક્યારેય ઊંધી ન રાખવી જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં તવાને રાહુનું પ્રતીક માનવામાં આવે છે. જો રસોડાની આ વ્સતુઓને ઊંધી રાખો છો, તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ઝઘડા થઈ શકે છે

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ક્યારેય પણ છરી અને કાંટો જેવી તીક્ષ્ણ વસ્તુઓ પણ રસોડામાં ઊંધી ન રાખવી જોઈએ. નહીં તો, તમારે આના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઘરમાં રહેલી આ વસ્તુથી વાસ્તુ દોષ વધે છે અને ઘરમાં તકરાર અને લડાઇની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે.

ગેસનો ચૂલો ક્યાં રાખવો

વાસ્તુ શાસ્ત્ર અનુસાર બધું રાખવાની યોગ્ય દિશા પણ જણાવે છે. વાસ્તુ અનુસાર, રસોડામાં અગ્નિ કોણ એટલે કે દક્ષિણ-પૂર્વ દિશામાં ખોરાક રાંધવો જોઈએ. તમારે ચૂલો અથવા ગેસ પણ આ દિશામાં રાખવો જોઈએ. જો તમે તેને ઉત્તર કે પશ્ચિમ દિશામાં રાખો છો, તો તેની સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડી શકે છે.

ઘરમાં રસોડામાં ગેસની સામે બેસીને ભોજન ન કરવુ જોઇએ આમ કરવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે. આ સાથે, ક્યારેય રસોડાની સામે બાથરૂમ ન બનાવો. આમ કરવાથી, વ્યક્તિને વાસ્તુ દોષનો સામનો કરવો પડે છે, જે પાછળથી મુશ્કેલીનું કારણ બને છે. આ સાથે, તમારા રસોડામાં ટપકતો નળ ન હોવો જોઈએ, નહીં તો તે વાસ્તુ દોષનું કારણ બની શકે છે.