પ્રવેશ દ્વારને ઘરનું “મુખ” કહેવામાં આવે છે, કારણ કે અહીંથી જ સકારાત્મક અને નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશ કરે છે. ઘરમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ આવે છે. જ્યારે પ્રવેશ દ્વાર ખોટી જગ્યાએ હોય, ત્યારે જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.
જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થઈ શકે
ઘણા લોકોમાં એવી ગેરસમજ હોય છે કે કોઈ એક દિશામાં બનાવેલો મુખ્ય દ્વાર હંમેશાં શુભ કે હંમેશાં અશુભ હોય છે, પરંતુ વાસ્તુ મુજબ એવું નથી. દરેક દિશાનો પ્રવેશ દ્વાર શુભ પણ બની શકે અને અશુભ પણ, તે સંપૂર્ણપણે એ વાત પર નિર્ભર કરે છે કે તે દિશાના કયા પદ (ગ્રિડ) પર બનાવાયો છે. યોગ્ય પદ પર દ્વાર શુભ પરિણામ આપે છે અને ખોટા પદ પર હોય તો એ જ દ્વાર સમસ્યાઓનું કારણ બની શકે છે.
દક્ષિણ દિશાનું પ્રવેશ દ્વાર
દક્ષિણ દિશાને લઈને સૌથી વધુ ભ્રમ છે. ઘણા લોકો માને છે કે દક્ષિણમુખી મકાન અશુભ હોય છે અથવા તેને મૃત્યુ લોકનું દ્વાર કહેવામાં આવે છે, પરંતુ આ માન્યતા સંપૂર્ણપણે ખોટી છે. વાસ્તુ શાસ્ત્રમાં દક્ષિણ દિશા ન તો સંપૂર્ણપણે ખરાબ છે અને ન તો સંપૂર્ણપણે શુભ. જો દક્ષિણ દિશાનો પ્રવેશ દ્વાર યોગ્ય ગ્રિડિંગ અને યોગ્ય પદ પર હોય, તો એ મકાન ધન, વૈભવ, નામ અને સન્માન પણ આપી શકે છે. એટલું જ નહીં, જો પૂર્વ કે ઉત્તર દિશાનો દ્વાર ખોટા પદ પર આવી જાય, તો તે પણ જીવનમાં મુશ્કેલીઓ લાવી શકે છે.
પૂર્વ દિશાનું પ્રવેશ દ્વાર
પૂર્વ દિશાને સૂર્ય સાથે જોડવામાં આવે છે. આ દિશામાં યોગ્ય સ્થાને બનાવેલો પ્રવેશ દ્વાર ઘરમાં ઊર્જા, સ્વાસ્થ્ય અને પ્રગતિ વધારે છે. સાથે સાથે માન-સન્માન અને સકારાત્મક વિચારધારામાં વધારો થાય છે.
ઉત્તર દિશાનું પ્રવેશ દ્વાર
ઉત્તર દિશાને ધનના દેવતા કુબેરની દિશા કહેવાય છે. આ દિશામાં યોગ્ય પદ પર બનેલો મુખ્ય દ્વાર આર્થિક મજબૂતી, નવા અવસરો અને કારકિર્દીમાં ઉન્નતિ અપાવી શકે છે.
પ્રવેશ દ્વાર સંબંધિત અન્ય મહત્વપૂર્ણ વાસ્તુ નિયમો
વાસ્તુ શાસ્ત્ર મુજબ મુખ્ય દ્વાર હંમેશાં મજબૂત, સ્વચ્છ અને આકર્ષક હોવું જોઈએ. તૂટેલો અથવા ગંદો દરવાજો નકારાત્મક ઊર્જા વધારતો હોય છે. પ્રવેશ દ્વાર ઘરનાં અન્ય દરવાજાઓ કરતાં થોડો મોટો હોવો શુભ માનવામાં આવે છે. મુખ્ય દ્વારની સામે કચરાપેટી, શૌચાલય, સીડીઓ અથવા કોઈ થાંભલો ન હોવો જોઈએ, કારણ કે એ સકારાત્મક ઊર્જાના પ્રવાહને અટકાવે છે. દ્વાર પાસે પૂરતી રોશની હોવી જોઈએ અને રાત્રે પણ ત્યાં અંધારું ન રહે. પ્રવેશ દ્વાર પાસે શુભ ચિહ્નો, હરિયાળી અથવા નેમપ્લેટ લગાવવાથી સકારાત્મક ઊર્જા આકર્ષાય છે.
સૌથી ખરાબ મુખ્ય દ્વાર કઈ દિશાનું માનવામાં આવે છે?
વાસ્તુ અનુસાર, સૌથી વધુ નુકસાનકારક મુખ્ય દ્વાર તે માનવામાં આવે છે જે દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમથી લઈને દક્ષિણ-પશ્ચિમ વચ્ચેના ખોટા પદો પર બનેલો હોય આ સ્થાને બનેલો દ્વાર વ્યક્તિની વિચારશક્તિને કમજોર બનાવી શકે છે. તેના કારણે કર્જ, સંબંધોમાં અસુરક્ષા, આર્થિક ગિરાવટ અને જીવનસ્તરમાં ઘટાડો જેવી સમસ્યાઓ વધી શકે છે. ઘણી વખત અચાનક બીમારી અથવા અકસ્માતના યોગ પણ બની શકે છે. આવી સ્થિતિમાં સામાન્ય વાસ્તુ ઉપાયો પણ ઘણી વાર અસરકારક સાબિત થતા નથી.
આ પણ વાંચો: Chandra Grahan 2026 : વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ ક્યારે થશે? ભારતમાં સૂતક કાળ માન્ય રહેશે કે નહીં ?
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)
