વાસ્તુ શાસ્ત્ર મુજબ જો છોડને ખોટી દિશામાં અથવા ખોટી જગ્યાએ મૂકવામાં આવે, તો તે નકારાત્મક અસર પણ કરી શકે છે. તેથી દરેક છોડને યોગ્ય જગ્યાએ રાખવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે.
તુલસી રાખવાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ રહે છે
સૌપ્રથમ તુલસીના છોડની વાત કરીએ તો તેને ઘરના ઉત્તર-પૂર્વ (ઈશાન કોણ)માં રાખવું ખૂબ શુભ માનવામાં આવે છે. આ દિશા દેવતાઓની માનવામાં આવે છે અને અહીં તુલસી રાખવાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ રહે છે. જ્યારે મની પ્લાન્ટને દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવો લાભદાયક માનવામાં આવે છે, કારણ કે આ દિશા અગ્નિ તત્વ સાથે જોડાયેલી છે અને ધન વૃદ્ધિમાં મદદરૂપ બને છે.
કાંટાવાળા છોડને ઘરના અંદર રાખવા વાસ્તુ મુજબ યોગ્ય માનવામાં આવતું નથી.
કેક્ટસ અથવા કાંટાવાળા છોડને ઘરના અંદર રાખવા વાસ્તુ મુજબ યોગ્ય માનવામાં આવતું નથી. આવા છોડને બહાર અથવા બાલ્કનીમાં રાખવા જોઈએ, કારણ કે તે નકારાત્મક ઊર્જા વધારી શકે છે અને પરિવારના સભ્યો વચ્ચે તણાવનું કારણ બની શકે છે. તેવી જ રીતે સુકાઈ ગયેલા અથવા મરઝાયેલા છોડ પણ ઘરમાં રાખવા નહીં જોઈએ, કારણ કે તે નકારાત્મકતા અને સ્થિરતા દર્શાવે છે.
નાના અને ફૂલવાળા છોડને ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવા
મોટા અને ઘન છોડને ઘરના દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં રાખવું શુભ માનવામાં આવે છે. આ દિશાઓ સ્થિરતા અને સુરક્ષાનું પ્રતીક છે, જે ઘરમાં સંતુલન જાળવે છે. જ્યારે નાના અને ફૂલવાળા છોડને ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે.
એક મહત્વની બાબત એ પણ છે કે છોડની નિયમિત દેખભાળ કરવી જરૂરી છે. ગંદા અથવા સુકાયેલા પાંદડાવાળા છોડ ઘરના વાતાવરણને પ્રભાવિત કરી શકે છે. સ્વચ્છ અને હરિયાળા છોડ માનસિક શાંતિ આપે છે અને ઘરના માહોલને ખુશનુમા બનાવે છે.
અટલે જો તમે ઘરમાં છોડ લગાવી રહ્યા હો, તો માત્ર સજાવટ માટે નહીં પરંતુ વાસ્તુના નિયમો ધ્યાનમાં રાખીને યોગ્ય દિશામાં મૂકો. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા રહેશે અને પરિવારના સભ્યોમાં સુખ-સમૃદ્ધિ વધશે.
આ પણ વાંચો: Shani Jayanti 2026: શનિ જયંતિ પર 13 વર્ષ પછી રચાશે દુર્લભ સંયોગ, આ રાશિ પર શનિદેવ મહેરબાન
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)
