વાસ્તુ શાસ્ત્ર અનુસાર, કેટલીક વિશેષ તિથિઓ પર રોટલી બનાવવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા પ્રવેશી શકે છે અને પરિવારની સુખ-સમૃદ્ધિ પર અસર પડી શકે છે. જ્યોતિષીઓ અને વાસ્તુ નિષ્ણાતોના મત મુજબ, આવા દિવસોમાં રોટલી બનાવવાથી દરિદ્રતા, માતા લક્ષ્મી અને અન્નપૂર્ણાની નારાજગી, નકારાત્મક ઊર્જા અને પિતૃઓના અપમાન જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. તેથી જાણવું જરૂરી છે કે કઈ 5 ખાસ તિથિઓએ રોટલી બનાવવી ટાળવી જોઈએ.

નાગ પંચમી

નાગ પંચમીના દિવસે તવા કે ચુલ્હા પર રોટલી બનાવવી વર્જિત માનવામાં આવે છે. તવાને નાગ દેવતાનું પ્રતિક માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે તવા પર રોટલી બનાવવાથી નાગ દેવતા રોષે ભરાઈ શકે છે અને પરિવાર પર અશુભ અસર પડી શકે છે. તેથી આ દિવસે રોટલી બનાવવા માટે કઢાઈ કે તપેલીનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ ગણાય છે.

શરદ પૂર્ણિમા

શરદ પૂર્ણિમાને ધન અને સૌભાગ્યની દેવી માતા લક્ષ્મીના પ્રાગટ્ય સાથે જોડવામાં આવે છે. આ દિવસે ખીર અથવા પૂરી બનાવવી શુભ માનવામાં આવે છે, જ્યારે રોટલી બનાવવી અશુભ ગણાય છે. માન્યતા મુજબ ચાંદનીમાં રાખેલી ખીરનું સેવન કરવાથી સમૃદ્ધિ અને સૌભાગ્યમાં વધારો થાય છે.

શીતળા સાતમ

શીતળા સાતમના દિવસે માતા શીતળાને ઠંડા ભોજનનો ભોગ અર્પણ કરવામાં આવે છે. આ દિવસે તાજી રોટલી બનાવવી મનાઈ છે. એક દિવસ પહેલા બનાવેલું ઠંડુ ભોજન જ ગ્રહણ કરવામાં આવે છે. આ પરંપરાને ધાર્મિક તેમજ આરોગ્યદાયક દૃષ્ટિએ શુભ માનવામાં આવે છે.

દિવાળી

વાસ્તુ શાસ્ત્ર અનુસાર દિવાળી ના દિવસે ઘરમાં રોટલી બનાવવી શુભ માનાતી નથી. આ દિવસે ખાસ વાનગીઓ જેમ કે હલવો, પૂરી અને ખીર બનાવવી શુભ ગણાય છે. માતા લક્ષ્મીના સ્વાગત માટે આ પરંપરા મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ઘરમાં મૃત્યુ થવા પર

જો પરિવારમાં કોઈ સભ્યનું અવસાન થાય, તો તેરમી સંસ્કાર પૂર્ણ થાય ત્યાં સુધી ઘરમાં રોટલી બનાવવી વર્જિત માનવામાં આવે છે. આ સમય શોકનો હોય છે અને માન્યતા છે કે આ દરમિયાન ઘરની ઊર્જા સંવેદનશીલ રહે છે. તેથી આ અવધિમાં સાદું અથવા અગાઉ તૈયાર કરેલું ભોજન લેવાય છે.

આ પણ વાંચો: Holi 2026: હોળી ક્યારે પ્રગટાવાશે નોંધીલો હોલિક દહનની તિથિ અને સમય

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)