વાસ્તુ શાસ્ત્રમાં એવી ઘણી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને ઘરમાં રાખવાથી અથવા લગાવવાથી સુતેલું ભાગ્ય પણ જાગી શકે છે. તેમાં સૌથી ખાસ માનવામાં આવે છે દોડતા 7 ઘોડાઓનું પેઇન્ટિંગ.
વાસ્તુમાં ઘોડાઓને ગતિ, શક્તિ, સફળતા અને વફાદારીનું પ્રતિક માનવામાં આવે છે.
વાસ્તુમાં ઘોડાઓને ગતિ, શક્તિ, સફળતા અને વફાદારીનું પ્રતિક માનવામાં આવે છે. જ્યારે અંકજ્યોતિષમાં 7 અંકને અત્યંત શુભ અને યુનિવર્સલ નંબર માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ઘર અથવા ઓફિસમાં યોગ્ય દિશામાં લગાવેલી 7 ઘોડાઓની તસવીર અટકેલી પ્રગતિને ગતિ આપે છે. ચાલો જાણીએ આ પેઇન્ટિંગ લગાવવાના ફાયદા, યોગ્ય દિશા અને જરૂરી નિયમો વિશે…
જીવનમાં આવે છે ગતિ અને સકારાત્મકતા
વાસ્તુ શાસ્ત્ર અનુસાર દોડતા ઘોડાઓ જીવનમાં પ્રગતિ અને સકારાત્મક ઊર્જા લાવે છે. જો તમારા કામ અટકી રહ્યા હોય અથવા કરિયરમાં સ્થિરતા આવી ગઈ હોય તો આ પેઇન્ટિંગ નકારાત્મક ઊર્જા દૂર કરીને સકારાત્મકતા વધારે છે. તે આળસ દૂર કરીને લક્ષ્ય સુધી પહોંચવામાં મદદરૂપ બને છે.
પેઇન્ટિંગ પસંદ કરતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન
ઘોડાઓના ચહેરા શાંત અને સૌમ્ય દેખાવા જોઈએ. ગુસ્સાવાળા અથવા આક્રમક ઘોડાઓની તસવીર ક્યારેય ન લાવવી.
વાસ્તુમાં સફેદ રંગના ઘોડાઓની પેઇન્ટિંગ સૌથી શુભ માનવામાં આવે છે. સફેદ રંગ શાંતિ અને શુદ્ધતાનું પ્રતિક છે.
પેઇન્ટિંગના બેકગ્રાઉન્ડમાં ઉગતો સૂર્ય, શાંત સમુદ્ર અથવા ખુલ્લું મેદાન શુભ ગણાય છે. ધૂળ, તોફાન અથવા પહાડવાળા દૃશ્યો ટાળવા.
તસવીરમાં બધા 7 ઘોડા સ્પષ્ટ દેખાવા જોઈએ. કોઈ ઘોડાનો પગ કે પૂંછડી કપાયેલી ન હોવી જોઈએ.
કઈ દિશામાં લગાવવાથી મળશે લાભ?
દક્ષિણ દિશા
નામ, પ્રસિદ્ધિ અને કરિયરમાં સફળતા મેળવવા માટે પેઇન્ટિંગ દક્ષિણ દિવાલ પર લગાવવી શુભ માનવામાં આવે છે.
ઉત્તર દિશા
ધનલાભ, વેપારમાં વૃદ્ધિ અને નવી નોકરીની તકો માટે ઉત્તર દિશા યોગ્ય માનવામાં આવે છે.
પૂર્વ દિશા
જીવનમાં નવી શરૂઆત, માન-સન્માન અને બાળકોની પ્રગતિ માટે પૂર્વ દિશામાં પેઇન્ટિંગ લગાવી શકાય.
સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ઘોડાઓનું મુખ હંમેશા ઘરની અંદરની તરફ હોવું જોઈએ. બહારની તરફ દોડતા ઘોડાઓ ધન અને સમૃદ્ધિ બહાર લઈ જાય છે એવી માન્યતા છે.
આ જગ્યાએ ભૂલથી પણ ન લગાવો તસવીર
7 ઘોડાઓનું પેઇન્ટિંગ ક્યારેય બેડરૂમમાં ન લગાવવું. તેની તેજ ઊર્જા ઊંઘ અને વૈવાહિક જીવન પર અસર કરી શકે છે.
મુખ્ય દરવાજા સામે અથવા બારીની નજીક પણ આ તસવીર ન લગાવવી.
પૂજાઘર, રસોડું અને બાથરૂમની દિવાલ પર પણ આ પેઇન્ટિંગ લગાવવી અશુભ માનવામાં આવે છે.
ફેંગશુઈ સાથેનો ખાસ સંબંધ
ભારતીય વાસ્તુની જેમ ચીની ફેંગશુઈમાં પણ ઘોડાઓનું વિશેષ મહત્વ છે. ફેંગશુઈ અનુસાર ઘોડા યાંગ એનર્જી એટલે કે સક્રિયતા અને અગ્નિ તત્વનું પ્રતિક છે. માન્યતા છે કે લિવિંગ રૂમ અથવા ઓફિસના રિસેપ્શન વિસ્તારમાં 7 ઘોડાઓની તસવીર લગાવવાથી બિઝનેસમાં નાણાકીય જોખમ ઓછું થાય છે અને ટીમ વર્ક વધુ મજબૂત બને છે.
આ પણ વાંચો: Shani Vakri 2026: 27 જુલાઇથી સૂર્યપુત્ર થશે વક્રી, આ રાશિનો ગોલ્ડન ટાઇમ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)













