ઘરમાં મની પ્લાન્ટનો છોડ લગાવવો ખુબજ શુભ માનવામાં આવે છે. આપ્લાન્ટમાં નામ પ્રમાણે ગુણ છે લક્ષ્મી આ છોડ હોય ત્યાં ખેચાઇને આવે છે. આથી જ તો આ છોડને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. આ છોડથી માત્ર લક્ષ્મીજ આકર્ષિત નથી થતા ઘરમાં સકારાત્મક વાતાવરણ રહે છે. ઘરની પોઝિટિવ અનર્જી સુખસંપત્તિમાં વધારો કરે છે.
વાસ્તુ શાસ્ત્રમાં તો મનીપ્લાન્ટને લઇને વિસ્તારથી જણાવ્યુ છે. જેનું પાલન કરવુ જરૂરી છે.
શું ઘરના મુખ્યદ્વારે મનીપ્લાન્ટ લગાવી શકાય?
વાસ્તુશાસ્ત્ર અનુસાર તમે મની પ્લાન્ટને ઘરના મુખ્ય દ્વારે લગાવી શકો છો. આવુ કરવાથી માતા લક્ષ્મીનુ આગમન થાય છે. મુખ્ય દ્વારે મની પ્લાન્ટ લગાવતા એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે તેની વેલ નીચે જમીન પર ન પથરાય કેમકે આવુ થાય તો ઘરમાં વાસ્તુદોષ લાગી શકે છે. તમે કોઇ દોરડાની મદદથી તેને સારી રીતે બાંધી ઉપર ચડાવી શકો છો.
મની પ્લાન્ટ લગાવવાની યોગ્ય દિશા કઇ?
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં મની પ્લાન્ટ લગાવી શકો છો આનાથી શુભ ફળ પ્રાપ્ત થશે. ઘરમાં સમૃદ્ધિ આવશે. ભાગ્યોદય થશે. વાસ્તુ અનુસાર મની પ્લાન્ટને જો ખોટી દિશામાં લગાવેલ હોય તો ફાયદો થવાના બદલે નુકસાન થાય છે. આથી મનીપ્લાન્ટ લગાવતા પહેલા દિશાનું વિશેષ ધ્યાન રાખો.
ક્યા દિવસે લગાવવો જોઇએ મની પ્લાન્ટ?
વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટનો સંબંધ ન-સંપત્તિ અને દેવી લક્ષ્મી તેમજ વૈભવકારક ગ્રહ શુક્ર સાથે સીધો છે. આથી આ પ્લાન્ટને તમે શુક્રવારે લગાવશો તો તે વધારે ફાયદો કરાવશે. આ ગ્રહ ગમે ત્યાંથી વૈભવ ખેંચી લાવે છે આથી મની પ્લાન્ટ શુક્રવારે લગાવો તો વધારે સારૂ ફળ આપશે. આ સિવાય તમે ગુરૂવારે કે સોમવારે પણ મનીપ્લાન્ટ લગાવી શકો છો. આનાથી ઘરામા સુખ, શાંતિ અને વૈભવ રહેશે.