ખાસ કરીને પાણીમાં ઉગાડવામાં આવતા છોડ જેમ કે મની પ્લાન્ટ, બામ્બુ પ્લાન્ટ, વોટર લિલી અથવા અન્ય જળિય છોડ ઘરના વાતાવરણને શાંત અને આકર્ષક બનાવે છે. પરંતુ જો તેમને યોગ્ય દિશા, યોગ્ય સ્થાન અને યોગ્ય રીતથી ન રાખવામાં આવે તો એ જ છોડ વાસ્તુ દોષનું કારણ બની શકે છે અને ધીમે ધીમે આર્થિક તંગી, તણાવ અને નકારાત્મકતા વધવા લાગે છે.
પાણીવાળા છોડને હંમેશા ઘરની ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશામાં રાખવા શુભ માનવામાં આવે
વાસ્તુ અનુસાર પાણીવાળા છોડને હંમેશા ઘરની ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશામાં રાખવા શુભ માનવામાં આવે છે. આ દિશા જળ તત્વ સાથે જોડાયેલી છે અને અહીં આવા છોડ રાખવાથી ધન, કારકિર્દી અને માનસિક શાંતિમાં વધારો થાય છે. જ્યારે દક્ષિણ અથવા દક્ષિણ-પશ્ચિમ દિશામાં પાણીવાળા છોડ રાખવાથી આર્થિક નુકસાન અને પરિવારમાં તણાવ વધી શકે છે.
ગંદુ અથવા દુર્ગંધયુક્ત પાણી નકારાત્મક ઊર્જાને આકર્ષે
ઘરમાં રાખેલા પાણીવાળા છોડનું પાણી હંમેશા સ્વચ્છ હોવું જોઈએ. ગંદુ અથવા દુર્ગંધયુક્ત પાણી નકારાત્મક ઊર્જાને આકર્ષે છે. તેથી સમયાંતરે પાણી બદલવું ખૂબ જ જરૂરી છે. જો છોડની પાંદડીઓ પીળી પડી જાય અથવા છોડ સુકાઈ જવા લાગે તો તેને તરત દૂર કરી દેવું જોઈએ, કારણ કે સુકાયેલા છોડને ઘરમાં અશુભતા અને અવરોધનું પ્રતિક માનવામાં આવે છે.
મની પ્લાન્ટનું આ રીતે રાખો ધ્યાન
મની પ્લાન્ટને ક્યારેય જમીન પર ફેલાવા દેવું જોઈએ નહીં. વાસ્તુ માન્યતા મુજબ એવું થવાથી ધીમે ધીમે ઘરનું ધન બહાર જવા લાગે છે. તેને હંમેશા ઉપરની તરફ વધવા દેવું જોઈએ, જે પ્રગતિ અને સફળતાનું પ્રતિક માનવામાં આવે છે.
તે ઉપરાંત કાંટાવાળા છોડને પાણીવાળા છોડ સાથે રાખવા ન જોઈએ. તે સકારાત્મક ઊર્જાને અસર કરી શકે છે. બેડરૂમમાં પણ મોટા પાણીવાળા છોડ રાખવાથી બચવું જોઈએ, કારણ કે તે માનસિક અશાંતિ વધારી શકે છે.
જો તમે ઘરમાં પાણીવાળા છોડ રાખો છો અને આ નાના-નાના વાસ્તુ નિયમોનું પાલન કરો છો તો ઘરમાં સુખ-સમૃદ્ધિ, શાંતિ અને સકારાત્મક ઊર્જા જળવાઈ રહે છે. યોગ્ય દિશા અને યોગ્ય સંભાળ સાથે આ છોડ તમારા જીવનમાં ખુશહાલી અને આર્થિક મજબૂતી લાવવામાં મદદરૂપ બની શકે છે.
આ પણ વાંચો: Numerology: આ મૂળાંકના જાતકો હોય ખુબજ રહસ્યમયી સ્વભાવના
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)