આ સ્થાન સકારાત્મક ઊર્જાનો મુખ્ય સ્ત્રોત ગણાય છે, જે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. તેથી આ દિશામાં શું રાખવું અને શું નહીં, તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. નાની ભૂલ પણ ઘરના વાતાવરણ પર અસર કરી શકે છે.


ઈશાન ખૂણાનું મહત્વ

ઘરની ઉત્તર-પૂર્વ દિશા, જેને ઈશાન ખૂણોકહેવામાં આવે છે, તેને સૌથી પવિત્ર માનવામાં આવે છે. આને ભગવાનનું સ્થાન પણ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિશાથી સકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશ કરે છે, તેથી આ જગ્યા હંમેશા સ્વચ્છ, ખુલ્લી અને હળવી રાખવી જોઈએ.

ટોયલેટ અથવા બાથરૂમથી પરહેજ કરો

ઈશાન ખૂણામાં ક્યારેય ટોયલેટ અથવા બાથરૂમ ન હોવું જોઈએ. આવું હોય તો ઘરમાં નકારાત્મક ઊર્જા વધે છે, જે માનસિક તણાવ, આર્થિક સમસ્યાઓ અને પરિવારિક અશાંતિનું કારણ બની શકે છે.

ભારે સામાન ન રાખો

આ દિશામાં ભારે ફર્નિચર, અલમારી અથવા સ્ટોર રૂમ બનાવવું યોગ્ય નથી. આથી ઊર્જાનો પ્રવાહ અટકી જાય છે અને જીવનમાં પ્રગતિમાં અવરોધ આવી શકે છે.

કિચન માટે યોગ્ય નથી

ઈશાન ખૂણામાં રસોડું બનાવવું પણ યોગ્ય નથી. રસોડા માટે દક્ષિણ-પૂર્વ દિશા વધુ સારી માનવામાં આવે છે. આ દિશામાં કિચન હોય તો ઘરમાં મતભેદ અને અસંતુલન ઊભું થઈ શકે છે.

ગંદકી અને કચરાથી દૂર રહો

આ જગ્યાએ કચરો અથવા બિનજરૂરી સામાન ન રાખવો જોઈએ. ગંદકીથી સકારાત્મક ઊર્જા ઘટે છે અને નકારાત્મકતા વધે છે. તેથી આ ખૂણાને હંમેશા સ્વચ્છ રાખવો જરૂરી છે.

બેડરૂમ બનાવવાનું ટાળો

ઈશાન ખૂણામાં બેડરૂમ બનાવવું યોગ્ય નથી. આથી સંબંધોમાં તણાવ અને માનસિક અશાંતિ વધી શકે છે.

પૂજા અને ધ્યાન માટે શ્રેષ્ઠ સ્થાન

આ દિશા પૂજા-પાઠ, ધ્યાન અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે. અહીં મંદિર અથવા ધ્યાનનું સ્થાન બનાવવાથી ઘરમાં સકારાત્મકતા અને શાંતિ જળવાય રહે છે.

આ પણ વાંચો: Akshaya Tritiya 2026: માં લક્ષ્મીને ખુબજ પ્રિય છે આ 5 રાશ, અક્ષય તૃતીયાથી શરૂ થશે અચ્છે દિન

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)


  • Follow us on: