હાથીની મૂર્તિઓ ખાસ કરીને ગણેશજી સાથે સંકળાયેલ હોવાથી જીવનમાં આવતી આડચણોને દૂર કરે છે અને નવા કાર્યમાં સફળતા લાવે છે.
હાથીની મૂર્તિઓના મુખ્ય લાભ
સંપત્તિ અને સમૃદ્ધિ:
હાથીની મૂર્તિને ઘરનાં મુખ્ય પ્રવેશ દ્વાર કે લિવિંગ રૂમમાં મુકવાથી ધન અને સમૃદ્ધિમાં વધારો થાય છે. હંમેશાં તેને એવી જગ્યાએ રાખો જ્યાં ઘરના બધા લોકો જોઈ શકે.
બુદ્ધિ અને ધ્યાનમાં વધારો:
હાથી બુદ્ધિ અને સ્મરણ શક્તિનું પ્રતીક છે. અભ્યાસ કક્ષામાં અથવા ઓફિસમાં હાથીની નાની મૂર્તિ મૂકવાથી ધ્યાન કેન્દ્રિત કરવામાં અને નિર્ણય લેવાની ક્ષમતા વધારવામાં મદદ મળે છે.
સકારાત્મક ઊર્જા અને સુરક્ષા:
હાથીની મૂર્તિ ઘરમાં સકારાત્મક ઊર્જા લાવે છે અને નકારાત્મક શક્તિઓથી રક્ષા આપે છે.
સફળતા અને કરિયર માં ઉન્નતિ:
ઓફિસ અથવા કાર્યક્ષેત્રમાં હાથીની મૂર્તિ મૂકવાથી કરિયરમાં નવી ઊંચાઈઓ સુધી પહોંચવામાં મદદ મળે છે.
મૂર્તિ મૂકવાના ઉપાયો:
હાથીની મૂર્તિને મુખ્ય દ્વારની દિશા તરફ મોખરે મૂકો. જો હાથીની સુંઢ ઉપરની દિશામાં હોય, તો તે સકારાત્મક પરિણામ અને ખુશહાલી લાવે છે. મોટી હાથીની મૂર્તિ પૂજા ઘરમાં અથવા ઓફિસમાં ઉત્તર કે પૂર્વ દિશામાં મુકવી શુભ માનવામાં આવે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, હાથીની મૂર્તિઓ માત્ર શણગાર માટે નહીં, પણ સકારાત્મક ઊર્જા, સુખ-સમૃદ્ધિ અને બુદ્ધિમત્તા માટેનું પ્રતીક છે. યોગ્ય દિશા અને જગ્યાએ મૂક્ત હાથીની મૂર્તિ જીવનમાં શુભતા અને ખુશહાલી લાવે છે.
આ પણ વાંચો: Makar Sankranti 2026: કિસ્મત બદલી દેશે આ વખતની સંક્રાતિ, પિતૃદોષ નિવારવા કરો આ ઉપાય
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)