જે માત્ર સૌંદર્ય વધારતી નથી, પણ ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનું પ્રતિક પણ માનવામાં આવે છે. ચાલો જાણીએ તેના વાસ્તુ, જ્યોતિષ અને ધાર્મિક મહત્વ વિશે.


પીતળની માછલીનું વાસ્તુ મહત્વ

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, પીતળની માછલીને ઘર કે ઑફિસની ઉત્તર દિશામાં (North Direction) રાખવી ખૂબ શુભ માનવામાં આવે છે. આ દિશા ધન અને કારકિર્દીની પ્રગતિ સાથે જોડાયેલી છે. એવું માનવામાં આવે છે કે તેને રાખવાથી આર્થિક સ્થિતિ સુધરે છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે.

જ્યોતિષીય મહત્વ

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, માછલી જળ તત્ત્વનું પ્રતિક છે જે ચંદ્ર અને શુક્ર ગ્રહ સાથે જોડાયેલું છે. ઘરમાં પીતળની માછલી રાખવાથી માનસિક શાંતિ મળે છે, તણાવ અને ચિંતા ઘટે છે, તેમજ સંબંધોમાં મીઠાશ વધે છે. તે ગ્રહદોષો દૂર કરવામાં પણ મદદ કરે છે, ખાસ કરીને ચંદ્રદોષ અને શુક્રદોષને શાંત કરે છે.

ધાર્મિક મહત્વ:

ધાર્મિક માન્યતાઓ મુજબ, માછલી ભગવાન વિષ્ણુના મત્સ્ય અવતારનું પ્રતિક માનવામાં આવે છે. તેથી ઘરમાં માછલી રાખવી શુભ અને સૌભાગ્ય લાવનારી માનવામાં આવે છે. પીતળની માછલીને પૂજા ઘરમાં કે લિવિંગ રૂમમાં રાખવાથી ઘરમાં લક્ષ્મીજીનો પ્રવેશ થાય છે અને નકારાત્મક ઊર્જા દૂર થાય છે.

પીતળની માછલી રાખવાથી ગ્રહ દોષ દૂર થાય

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં પીતળની માછલી રાખવાથી ગ્રહ દોષ દૂર થાય છે સાથે ચંદ્રમાં અને બુધ પણ મજબૂત થાય છે. બુધનો સંબંધ ધન, જ્ઞાન અને વાણી સાથે હોય છે. જ્યારે ચંદ્રમાંની શુભ સ્થતિ પરિવારમાં સુખ અને શાંતિ લાવે છે. યોગ્ય દિશામાં માછલી રાખવાથી શનિ અને રાહુના નકારાત્મક પ્રભાવથી બચી શકાય છે.

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી. 

  • Follow us on: