આ મંદિર ભગવાન વેંકટેશ્વર (ભગવાન વિષ્ણુના અવતાર)ને સમર્પિત છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો આવે છે કારણ કે તેને “દક્ષિણનું તિરુપતિ” કહેવામાં આવે છે. માન્યતા છે કે અહીં પૂજા કરવાથી ભગવાન તિરુપતિ બાલાજીના દર્શન જેટલું ફળ મળે છે.
મંદિરની સ્થાપત્યકલા દક્ષિણ ભારતીય શૈલીમાં છે
આ મંદિરની વિશેષતા તેની આધ્યાત્મિક ઉર્જા અને ઐતિહાસિક મહત્તા છે. કહેવાય છે કે આ મંદિર ઘણા સદીઓ જૂનું છે અને તેની સ્થાપના સ્થાનિક રાજાઓએ ભગવાન વિષ્ણુની કૃપાથી કરી હતી. મંદિરની સ્થાપત્યકલા દક્ષિણ ભારતીય શૈલીમાં છે, જેમાં સુંદર નકશીકામ અને ઊંચા ગોપુરમ દર્શનિય છે.
રથયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન
ભક્તોનું માનવું છે કે અહીં દર્શન અને પૂજા કરવાથી સંતાન, સમૃદ્ધિ અને આરોગ્ય પ્રાપ્ત થાય છે. ખાસ કરીને શનિવાર અને એકાદશી ના દિવસે અહીં ભક્તોની ભીડ ઉમટી પડે છે. દર વર્ષે યોજાતા બ્રહ્મોત્સવ દરમિયાન હજારો ભક્તો અહીં આવે છે, જેમાં રથયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે.
મંદિરનું વાતાવરણ ખૂબ શાંત અને પવિત્ર છે
આ ઉપરાંત મંદિરનું વાતાવરણ ખૂબ શાંત અને પવિત્ર છે. ભક્તો અહીં દર્શન સાથે ધ્યાન અને પ્રાર્થના માટે પણ આવે છે, જેથી તેમને માનસિક શાંતિ અને સકારાત્મક ઉર્જા મળે છે. સ્થાનિક લોકોનું માનવું છે કે વેંકટેશ્વર સ્વામીના દર્શનથી જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ કારણસર કાશીબુગ્ગાનું આ મંદિર માત્ર વારંગલ જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ ભારતના ભક્તો માટે આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર બની ગયું છે.
આ પ્રસંગો પર વિશેષ મહત્વ
કાશીબુગ્ગામાં આવેલ વેંકટેશ્વર મંદિર એકાદશી, બ્રહ્મોત્સવમ અને વૈકુંઠ એકાદશી જેવા તહેવારો પર વિશેષ મહત્વ ધરાવે છે. આ શુભ પ્રસંગોએ મંદિરમાં ભક્તોની મોટી ભીડ ઉમટે છે. ધાર્મિક માન્યતા અનુસાર, અહીં એકાદશી પર ભગવાન વેંકટેશ્વરની પૂજા કરવાથી પાપો ધોવાઇ જાય છે અને મુક્તિ મળે છે. ભક્તો પહેલા નાગાવલી નદીમાં સ્નાન કરે છે અને પછી પ્રાર્થના કરવા માટે મંદિરમાં જાય છે.
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)