વૈભવકારક ગ્રહ શુક્ર પોતાની સ્વરાશિ મિથુન રાશિની યાત્રા પૂર્ણ કરીને હવે કર્ક રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને પ્રેમ, સૌંદર્ય, કળા અને સંગીતનો કારક માનવામાં આવે છે. શુક્ર રાશિ પરિવર્તન કરશે તેની આમતો તમામ રાશિ પર અસર કરશે જો કે કેટલીક રાશિ એવી છે જેના પર વિશેષ અસર જોવા મળશે. શુક્ર 21 ઓગસ્ટે રાત્રીના રાશિ પરિવર્તન કરશે.

આ વખતે શુક્ર કર્ક રાશિમાં પ્રવેશ કરશે, આ જાતકોના જીવનમાં ખુશી અને આર્થિક સમૃદ્ધિ આવશે. માનસિક સંતુલન જાળવી શકશો.

મેષ રાશિ

શુક્ર તમારા ચોથા ભાવમાં ગોચર કરી રહ્યો છે. ઘર અને પરિવારમાં શાંતિ અને પ્રેમનું વાતાવરણ રહેશે. તમને તમારી માતા તરફથી સહયોગ અને સ્નેહ મળશે. તમને મિલકત અથવા વાહન સંબંધિત સારા સમાચાર મળી શકે છે. કારકિર્દીમાં જૂના બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે અને નોકરી શોધી રહેલા લોકોને તકો મળશે. પ્રેમ જીવનમાં મધુરતા આવશે અને નવા મિત્રો પણ બની શકે છે. જોકે, સ્વાસ્થ્ય પ્રત્યે થોડી કાળજી રાખો, ખાસ કરીને છાતી અને પાણી સંબંધિત સમસ્યાઓ ટાળો.

વૃષભ રાશિ

શુક્ર તમારા ત્રીજા ભાવમાં ગોચર કરી રહ્યો છે. તમે વધુ આત્મવિશ્વાસ અનુભવશો અને ખુલીને જીવન જીવવાની તકો મેળવશો. નાના ભાઈ-બહેનો સાથેના સંબંધો મજબૂત બનશે. મુસાફરી શુભ અને લાભદાયી સાબિત થશે. મીડિયા, ફેશન, કલા અને મનોરંજન સાથે સંકળાયેલા લોકો માટે સમય ખૂબ જ અનુકૂળ છે. નાણાકીય દૃષ્ટિકોણથી નફો થશે અને નવા સ્ત્રોત ખુલશે. પ્રેમ જીવનમાં નવી શરૂઆત થઈ શકે છે અને સારા પ્રસ્તાવો આવી શકે છે.


(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)