વિક્રમ સંવત 2083નું નવું વર્ષ ગોચર જોતાં.. રાશિવાર ફળાદેશ જોઈએ તો શુભતા લઈને આવ્યું છે. ત્યારે આવનારૂ વર્ષ ખુબ સારૂ રહે બધા સ્વસ્થ રહે એજ ઇશ્વરને દિલથી પ્રાર્થના.
રાશિવાર સામાન્ય ફળ, પારિવારિક ફળ, વિદ્યાર્થી જીવન માટે, આર્થિક રીતે કેવું જશે તે જાણવાની ઉત્કંઠા જરૂર હોય જ. નવું વર્ષ આપના માટે આપના પરિવાર માટે શુભ ફળ લઈને આવે એવી આપ સૌને હાર્દિક અભિલાષા. નવ વર્ષની શુભ કામના સાથે આપનું નવું વર્ષ સર્વ પ્રકારે શુભ નિવડે એવી પરમાત્માને પ્રાર્થના કરીએ. આમ છતાં ભાવિના ગર્ભમાં શું છુપાયેલું છે
જાણો આખુ વર્ષ કેવુ રહેશે આપના માટે ...
મેષ (અ.લ.ઇ.)
ગુરુ મહારાજનું ફળ: વર્ષના આરંભે ગુરુ સિંહ રાશિમાં છે. તે તમારી રાશિથી પાંચમા સ્થાને ભ્રમણ કરે છે. તા. ૧૩-૧૨-૨૦૨૬થી વક્રી થશે. તા. ૨૫-૦૧-૨૦૨૭થી કર્ક રાશિમાં આવશે. તે તમારી રાશિથી ચોથા સ્થાને રહેશે. તા.૨૬-૦૬- ૨૦૨૭થી સિંહમાં આવશે. વિદ્યાકીય,સામાજિક તથા કૌટુંબિક ક્ષેત્રે પ્રગતિ જણાય. અટવાયેલા કામ આગળ વધે. લાભદાયી સ્થિતિ જોવા મળે. પરદેશગમનના પ્રયત્નો હશે તો સફળતા મળે. આર્થિક અનુકૂળતામાં વિલંબ જણાય. પ્રવાસ મુસાફરીમાં અનુકૂળતા જણાય.
શનિ મહારાજનું ફળ: વર્ષ આરંભે વક્રી શનિ મીન રાશિમાં છે. તે તમારી રાશિથી બારમે છે. તા. ૧૨-૧૨-૨૦૨૬થી માર્ગી થશે. તા. ૩-૦૬-૨૦૨૭થી તમારી મેષ રાશિમાં આવશે. તા. ૯-૦૮-૨૦૨૭થી વક્રી થશે. તા. ૨૦-૧૦-૨૦૨૭થી મીનમાં તમારી રાશિથી બારમે આવશે. પનોતીનો સમય ગણાય. ઉદ્યોગ વેપાર સાથે સંકળાયેલા લોકોએ કાળજી રાખવી. વાદવિવાદમાં પીછેહઠ. ફેબ્રુઆરી-માર્ચ સુધીમાં આર્થિક આયોજનમાં સાચવવું. પ્રવાસમાં વિલંબ થાય. હરીફો વધુ સક્રિય જણાય. પરદેશથી શુભ સમાચાર મળે. ઓક્ટોબર દરમિયાન અગ્નિકસોટી કે માનસિક ચિંતા જેવો સમય ગણાય.
રાહુનું ફળ: વર્ષારંભે રાહુ કુંભ રાશિમાં છે. તમારી રાશિથી અગિયારમા લાભ સ્થાને છે. તા. ૫-૧૨-૨૦૨૬થી મકરમાં તમારી રાશિથી દસમા આવશે. આર્થિક અવરોધની શક્યતા રહે. શેર બજારમાં ખાસ સાચવવું. જૂન જુલાઇમાં આરોગ્ય નરમ રહે. સાત્વિક વાંચન દ્વારા મનોબળ વધારવાની સલાહ છે. એગ્રીમેન્ટ બાબતે કાળજી રાખવી. સંયુક્ત મિલકતના કાર્યમાં ધીરજ રાખવી હિતાવહ છે. બચત જાળવી રાખવી. પ્રવાસમાં સાચવવું.
વૃષભ (બ.વ.ઉ.)
ગુરુ મહારાજનું ફળ: વર્ષના આરંભે ગુરુ સિંહ રાશિમાં છે. તે તમારી રાશિથી ચોથા સ્થાને ભ્રમણ કરે છે. તા. ૧૩-૧૨-૨૦૨૬થી વક્રી થશે. તા. ૨૫-૦૧-૨૦૨૭થી કર્ક રાશિમાં તમારી રાશિથી ત્રીજા સ્થાને રહેશે. તા.૨૬-૦૬- ૨૦૨૭થી સિંહમાં આવશે. જૂન પછી નોકરીમાં પ્રમોશન કે ધંધા વ્યવસાયમાં અનુકૂળતા જણાય. તેમાં આર્થિક બાબતે નવીન આયોજન કરવાની સલાહ છે. સામાજિક ક્ષેત્રે અને વાદવિવાદમાં સાચવવું. હરીફોથી સાચવવું. પરિવાર અંગે આયોજન ગોઠવી શકાય. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં કાળજી રાખવી.
શનિ મહારાજનું ફળ: વર્ષ આરંભે વક્રી શનિ મીન રાશિમાં છે. તે તમારી રાશિથી અગિયારમે છે. તા. ૧૨-૧૨-૨૦૨૬થી માર્ગી થશે. તા. ૩-૦૬-૨૦૨૭થી મેષ રાશિમાં તમારા વ્યયસ્થાને આવશે. તા. ૯-૦૮-૨૦૨૭થી વક્રી થશે. તા. ૨૦-૧૦-૨૦૨૭થી મીનમાં આવશે. મશીનરી ઉદ્યોગ અને ધાતુના વેપાર સાથે સંકળાયેલા લોકોએ સાચવવું. જૂન માસ પછી આર્થિક આયોજનમાં વિલંબ જણાય. પરદેશગમનના યોગ ગણાય. જાહેર જીવનમાં સફળતામાં વિલંબ અનુભવાય. જુના સંબંધોનો લાભ મેળવી શકાય. પિતરાઇ ભાઇઓથી સહકાર મળે. ડિસેમ્બર દરમિયાન અવરોધ તથા સાધારણ પીછેહઠ જણાય. .
રાહુનું ફળ: વર્ષારંભે રાહુ કુંભ રાશિમાં છે. તમારી રાશિથી દસમા કર્મસ્થાને છે. તા. ૫-૧૨-૨૦૨૬થી મકરમાં તમારી રાશિથી નવમા ભાગ્યસ્થાને આવશે. નોકરીમાં ક્ષણિક લાભ થાય. કોર્ટ કચેરીના કાર્યોમાં કાળજી રાખવી. ભાગીદારીમાં વ્યવસાય હોય તો વધુ સંયમ રાખવાની સલાહ છે. બચત અને રોકાણ માટે નવી તક મળે. મોસાળથી સારો સહકાર મળે.
મિથુન (ક.છ.ઘ.)
ગુરુ મહારાજનું ફળ: વર્ષના આરંભે ગુરુ સિંહ રાશિમાં છે. તે તમારી રાશિથી ત્રીજા સ્થાને ભ્રમણ કરે છે. તા. ૧૩-૧૨-૨૦૨૬થી વક્રી થશે. તા. ૨૫-૦૧-૨૦૨૭થી કર્ક રાશિમાં આવશે. તે તમારી રાશિથી બીજા સ્થાને રહેશે. તા.૨૬-૦૬- ૨૦૨૭થી સિંહમાં આવશે.
મિત્રો સાથીદારો તરફથી સારો સહકાર મળે. જૂના હઠીલા દર્દોમાં રાહત જણાય. કૌટુંબિક કે સામાજિક કાર્યોમાં અગાઉના અવરોધ દૂર થાય. સાચી દિશામાં મહેનત કરવાની સલાહ છે. વ્યવસાય ક્ષેત્રે સફળતા મળે. આર્થિક બાબતે અનુકૂળતા જણાય. સંતાનની પ્રગતિ જણાય. ઑક્ટોબર આસપાસ એકંદરે લાભદાયી સમય ગણાય.
શનિ મહારાજનું ફળ: વર્ષ આરંભે વક્રી શનિ મીન રાશિમાં છે. તે તમારી રાશિથી દસમે છે. તા. ૧૨-૧૨-૨૦૨૬થી માર્ગી થશે. તા. ૩-૦૬-૨૦૨૭થી મેષ રાશિમાં આવશે. તા. ૯-૦૮-૨૦૨૭થી વક્રી થશે. તા. ૨૦-૧૦-૨૦૨૭થી મીનમાં આવશે. પરદેશના વેપાર સાથે સંકળાયેલા લોકોએ કાળજી રાખવી. આર્થિક આયોજનમાં નાના લાભ થવાના યોગ ગણાય. . મિલકત અંગેની કામગીરીમાં અનુકૂળતા જણાય. વડીલવર્ગ તરફથી મદદ અને માર્ગદર્શન મળી રહેશે. નોકરી વ્યવસાયમાં નાના ફેરફાર આવે. હરીફોથી સાચવવુ. ફેબ્રુઆરી દરમિયાન સામાજિક બાબતોમાં અવરોધ આવી શકે.
રાહુનું ફળ: વર્ષારંભે રાહુ કુંભ રાશિમાં છે. તમારી રાશિથી નવમા ભાગ્ય સ્થાને છે. તા. ૫-૧૨-૨૦૨૬થી મકરમાં તમારી રાશિથી આઠમાસ્થાને આવશે. જાહેર જીવનમાં તથા સામાજિક બાબતે વાદ વિવાદથી સાચવવું. પરાજય કે પીછેહઠની શક્યતા રહે. જૂન પછી માનસિક રાહત અનુભવાય. નવીન આયોજન ગોઠવી શકાય. મિત્રોનો સહકાર મળી રહે. આર્થિક આયોજનમાં ધીમી ગતિએ સફળતા મળે. મોસાળ પક્ષ તરફથી સહકાર મળે તેવા પ્રયત્નો કરવા. તેમાં સફળતા મળે.
કર્ક (ડ.હ.)
ગુરુ મહારાજનું ફળ: વર્ષના આરંભે ગુરુ સિંહ રાશિમાં છે. તે તમારી રાશિથી બીજા સ્થાને ભ્રમણ કરે છે. તા. ૧૩-૧૨-૨૦૨૬થી વક્રી થશે. તા. ૨૫-૦૧-૨૦૨૭થી કર્ક રાશિમાં આવશે. તે તમારી રાશિમાં આવશે. તા.૨૬-૦૬- ૨૦૨૭થી સિંહમાં આવશે.
નોકરી કરતા ભાઇ બહેનોને અનુકૂળતા જણાય. પ્રમોશન કે લાભદાયી સ્થળાંતરના યોગ ગણાય. ઉદ્યોગ વ્યવસાય ક્ષેત્રે સફળતા મળે. આર્થિક બાબતે વધુ અનુકૂળતા જણાય. વિદેશગમન અંગેના પ્રયત્નોમાં પ્રગતિ અનુભવાય. નવેમ્બર ડિસેમ્બર દરમિયાન એકંદરે પ્રગતિસુચક અને સાનુકૂળ સમય ગણાય.
શનિ મહારાજનું ફળ: વર્ષ આરંભે વક્રી શનિ મીન રાશિમાં છે. તે તમારી રાશિથી નવમા ભાગ્યસ્થાને છે. તા. ૧૨-૧૨-૨૦૨૬થી માર્ગી થશે. તા. ૩-૦૬-૨૦૨૭થી મેષ રાશિમાં તમારા દસમા સ્થાને આવશે. તા. ૯-૦૮-૨૦૨૭થી વક્રી થશે. તા. ૨૦-૧૦-૨૦૨૭થી મીનમાં આવશે. ધાતુ,મશીનરી તથા ખનીજ સાથે સાથે સંકળાયેલા લોકોને અનુકૂળતા જણાય. આર્થિક કાર્યોમાં અનુકૂળતા વધે. પ્રવાસમાં સાચવવું. જુના દર્દોમાં વિશેષ કાળજી રાખવી. મહેનત વધારવી પડશે. વડીલોપાર્જીત મિલકતનો પ્રશ્ન હોય તો ઉદાર વલણ રાખવાની સલાહ છે. એકાદવાર સામાજિક કાર્યમાં અવરોધ આવી શકે. માનસિક ચિંતા જેવો સમય ગણાય.
રાહુનું ફળ: વર્ષારંભે રાહુ કુંભ રાશિમાં છે. તમારી રાશિથી આઠમા સ્થાને છે. તા. ૫-૧૨-૨૦૨૬થી મકરમાં તમારી રાશિથી સાતમા સ્થાને આવશે. આરોગ્ય સાચવવું. જુના મિત્રો કે ભાગીદારો સાથે વાદવિવાદ કે મતભેદ થાય. અગાઉના આયોજન આગળ વધે. જૂન પછી વ્યવસાયમાં રાજદ્વારી બાબતે સાચવવું. કાયદાકીય બાબતે ખાસ સાચવવું. ધાર્મિક કાર્યો થાય. યાત્રા પ્રવાસનો યોગ બને છે. આધ્યાત્મિક પ્રવૃત્તિમાં રસ રૂચી વધે. કૌટુંબિક બાબતે અનુકૂળ સંજોગો જણાય.
સિંહ (મ.ટ.)
ગુરુ મહારાજનું ફળ: વર્ષના આરંભે ગુરુ સિંહ રાશિમાં છે. તે તમારી રાશિમાં જ ભ્રમણ કરે છે. તા. ૧૩-૧૨-૨૦૨૬થી વક્રી થશે. તા. ૨૫-૦૧-૨૦૨૭થી કર્ક રાશિમાં આવશે. તે તમારી રાશિથી બારમા સ્થાને રહેશે. તા.૨૬-૦૬- ૨૦૨૭થી સિંહમાં આવશે. પરિવારના સભ્યો તરફથી સાથ સહકાર મળવાના શુભ યોગ બને છે. ફેબ્રુઆરી માર્ચ આસપાસ પ્રમોશન કે લાભદાયી સમયનો યોગ જણાય છે. મિલકત અંગેના કાર્યમાં અનુકૂળતા જણાય. આર્થિક ક્ષેત્રે સારો સમય ગણાય. પ્રવાસમાં કાળજી રાખવી. સામાજિક સફળતા મળે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી સામાજિક રીતે લાભદાયી અને સાનુકૂળ સમય ગણાય.
શનિ મહારાજનું ફળ: વર્ષ આરંભે વક્રી શનિ મીન રાશિમાં છે. તે તમારી રાશિથી આઠમે છે. તા. ૧૨-૧૨-૨૦૨૬થી માર્ગી થશે. તા. ૩-૦૬-૨૦૨૭થી મેષ રાશિમાં ,તમારા ભાગ્યસ્થાને આવશે. તા. ૯-૦૮-૨૦૨૭થી વક્રી થશે. તા. ૨૦-૧૦-૨૦૨૭થી મીનમાં આવશે. હરીફો તથા ભાગીદારી બાબતે નાના અવરોધ રહે છતાં ધીમી ગતિએ પ્રગતિ થાય. મે જુન પહેલા આર્થિક કાર્યોમાં અનુકૂળતા જણાય. વાદવિવાદ કે કાયદા બાબતે ક્ષણિક પીછેહઠ અનુભવાય. લગ્નજીવન કે કૌટુંબિક બાબતે ઉદાર વલણ રાખવું. નોકરીમાં ફેરફારની શક્યતા જણાય. ફેબ્રુઆરી માર્ચ દરમિયાન કાર્યમાં વિલંબ અથવા માનસિક ચિંતા જેવો સમય ગણાય.
રાહુનું ફળ: વર્ષારંભે રાહુ કુંભ રાશિમાં છે. તમારી રાશિથી સાતમા સ્થાને છે. તા. ૫-૧૨-૨૦૨૬થી મકરમાં તમારી રાશિથી છઠ્ઠા સ્થાને આવશે સામાજિક બાબતે ખાસ સાચવવું. નવા આયોજનમાં અવરોધ આવી શકે. એપ્રિલ પછી વ્યવસાયમાં અવરોધ જણાય. મિલકત અંગેના અટવાયેલા કામમાં ધીરજ રાખવી. આરોગ્યની અસર તમારી કામગીરીમાં થાય. હરીફો વધુ સક્રિય બને. વાદવિવાદમાં પીછેહઠની શક્યતા રહે. પ્રલોભનથી દૂર રહેવું. .
કન્યા (પ.ઠ.ણ.)
ગુરુ મહારાજનું ફળ: વર્ષના આરંભે ગુરુ સિંહ રાશિમાં છે. તે તમારી રાશિથી બારમા વ્યય સ્થાને ભ્રમણ કરે છે. તા. ૧૩-૧૨-૨૦૨૬થી વક્રી થશે. તા. ૨૫-૦૧-૨૦૨૭થી કર્ક રાશિમાં આવશે. તે તમારી રાશિથી લાભ સ્થાને રહેશે. તા.૨૬-૦૬- ૨૦૨૭થી સિંહમાં આવશે. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થી વર્ગને જાન્યુઆઅરી પછી મહેનતનું સારું પરિણામ મળે. નોકરી કે રોજગારી મેળવવા ઇચ્છતા પાત્રોને સફળતા મળે. ધંધા વ્યવસાયમાં એપ્રિલ પછી અનુકૂળતા વધે. આર્થિક બાબતે કાળજી રાખવી. સામાજિક કાર્યમાં સફળતા જણાય. જાન્યુઆરી ફેબ્રુઆરી દરમિયાન આયોજનમાં કાળજી રાખવી. સમય શક્તિનો વ્યય જણાય.
શનિ મહારાજનું ફળ: વર્ષ આરંભે વક્રી શનિ મીન રાશિમાં છે. તે તમારી રાશિથી સાતમાસ્થાને છે. તા. ૧૨-૧૨-૨૦૨૬થી માર્ગી થશે. તા. ૩-૦૬-૨૦૨૭થી મેષ રાશિમાં આવશે. તા. ૯-૦૮-૨૦૨૭થી વક્રી થશે. તા. ૨૦-૧૦-૨૦૨૭થી મીનમાં આવશે. વેપાર તથા ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને નના અને હળવા વિલંબ સાથે અવરોધ જણાય. આર્થિક બાબતે મધ્યમ અનુકૂળતા રહે. શેરબજારમાં સાચવવું. પરદેશગમન બાબતે વિલંબ અનુભવાય. ખાણ ખનીજ કે જમીન સાથે કામ કરતા લોકોએ ખાસ સાચવવું. ભાગીદારો કે સાથીદારો સાથે મતભેદની શક્યતા રહે. એપ્રિલ માસ દરમિયાન નવીન આયોજનમાં સાચવવું.
રાહુનું ફળ: વર્ષારંભે રાહુ કુંભ રાશિમાં છે. તમારી રાશિથી છઠ્ઠા સ્થાને છે. તા. ૫-૧૨-૨૦૨૬થી મકરમાં તમારી રાશિથી પાંચમા સ્થાને આવશે રોજીંદી આવકવાળા ભાઇઓએ સાચવવું. પ્રવાસમાં મધ્યમ સફળતા મળે. મિલકત અંગે આયોજન હશે તો તેમાં વિલંબથી સફળતા જણાય. જુના હઠીલા દર્દવાળા લોકોને રાહત અનુભવાય. વાદવિવાદમાં શક્તિ અને સંપતિનો વ્યય થાય. સામાજિક બાબતે ઉદાર વલણ રાખવું. શેરબજારમાં સાચવવું.
તુલા (ર.ત.)
ગુરુ મહારાજનું ફળ: વર્ષના આરંભે ગુરુ સિંહ રાશિમાં છે.તે તમારી રાશિથી લાભ સ્થાને છે. તા. ૧૩-૧૨-૨૦૨૬થી વક્રી થશે. તા. ૨૫-૦૧-૨૦૨૭થી કર્ક રાશિમાં આવશે. તે તમારી રાશિથી દસમા સ્થાને રહેશે. તા. ૨૬-૦૬-૨૦૨૭થી સિંહમાં આવશે. કૌટુંબિક તથા સામાજિક કાર્યો બાબતે સારી પ્રગતિ જણાય. નવીન આયોજનમાં આગળ વધી શકાય. પરદેશગમન અંગેના પ્રયત્નો સફળ બને. વ્યવસાય- નોકરીમાં જવાબદારી વધે. માન પ્રતિષ્ઠામાં વધારો થાય.
શનિ મહારાજનું ફળ:. વર્ષ આરંભે વક્રી શનિ મીન રાશિમાં છે. તે તમારી રાશિથી છઠ્ઠા સ્થાનમાં છે. તા. ૧૨-૧૨-૨૦૨૬થી માર્ગી થશે. તા. ૩-૦૬-૨૦૨૭થી મેષમાં તમારી રાશિથી સાતમે આવશે. ૯-૦૮-૨૦૨૭થી વક્રી થશે. તા. ૨૦-૧૦-૨૦૨૭થી મીનમાં આવશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં કે બઢતી- બદલીમાં હળવો વિલંબ જણાય. ધાતુ મશીનરી અને ઔદ્યોગિક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને પ્રગતિ જણાય. મૂડી રોકાણ બાબતે સાચવવું. આર્થિક-સામાજિક બાબતે સાવધ રહેવાની સલાહ છે. પ્રવાસમાં સાચવવું.
રાહુનું ફળ: વર્ષારંભે રાહુ કુંભ રાશિમાં છે. તમારી રાશિથી પાંચમા સ્થાને છે. તા. ૫-૧૨-૨૦૨૬થી મકરમાં તમારી રાશિથી ચોથે આવશે. સંતાન તથા કૌટુંબિક બાબતે હળવા વિલંબથી સફળતા . મુસાફરીમાં ખાસ સાચવવું. નોકરી- વ્યવસાયમાં હરીફો સક્રિય બને. સ્થાવર મિલકત અંગેના આયોજનમાં નાના અવરોધ કે વિલંબ રહે. ભાગીદારી બાબતે સાચવવું. નાના મતભેદની શક્યતા રહે.
વૃશ્ચિક (ન.ય.)
ગુરુ મહારાજનું ફળ: વર્ષના આરંભે ગુરુ સિંહ રાશિમાં છે.તે તમારી રાશિથી દસમા સ્થાને છે. તા. ૧૩-૧૨-૨૦૨૬થી વક્રી થશે. તા. ૨૫-૦૧-૨૦૨૭થી કર્ક રાશિમાં આવશે. તે તમારી રાશિથી નવમા સ્થાને રહેશે. તા. ૨૬-૦૬-૨૦૨૭થી સિંહમાં આવશે. સામાજિક ક્ષેત્રે માન સન્માન મળે. સંતાનની પ્રગતિ અંગેના તમારા પ્રયત્નોમાં સફળતા મળે. મિલકત અંગેના કામમાં નાના અવરોધ ઉભા થાય. પરદેશગમનમાં સાધારણ વિલંબ જણાય. વ્યવસાયમાં વિકાસની તક મળે. મહેનતનું સારું ફળ મળે.
શનિ મહારાજનું ફળ: વર્ષ આરંભે વક્રી શનિ મીન રાશિમાં છે. તે તમારી રાશિથી પાંચમા સ્થાનમાં છે. તા. ૧૨-૧૨-૨૦૨૬થી માર્ગી થશે. તા. ૩-૦૬-૨૦૨૭થી મેષમાં તમારી રાશિથી છઠ્ઠે આવશે. ૯-૦૮-૨૦૨૭થી વક્રી થશે. તા. ૨૦-૧૦-૨૦૨૭થી મીનમાં આવશે. માનસિક ચિંતા જણાય. નોકરી વ્યવસાયમાં સાચવવું. જાહેરજીવનમાં નાના અવરોધ અનુભવાય. શેરબજારમાં મૂડી રોકાણની સલાહ નથી. પરિવારમાં મતભેદ હોય તો ઉદાર બનવું તમારા માટે હિતાવહ રહેશે. મિલકત અંગે આગળ વધી શકાય.
રાહુનું ફળ: વર્ષારંભે રાહુ કુંભ રાશિમાં છે. તમારી રાશિથી ચોથા સ્થાને છે. તા. ૫-૧૨-૨૦૨૬થી મકરમાં તમારી રાશિથી ત્રીજે આવશે. આવક અંગે અનિયમિતતા જણાય. બચત વેડફાઇ જાય નહીં તેની કાળજી રાખવી. આરોગ્ય સાચવવું. સામાજિક બાબતે કાળજી રાખવી. વડીલોપાર્જીત સ્થાવર સંપત્તિ અંગેના પ્રશ્ન હશે તો તેમાં યોગ્ય ઉકેલ આવી શકે. વિદ્યાર્થી વર્ગને મહેનતનું ફળ મળે. પ્રવાસમાં સાચવવું.
ધનુ (ભ.ધ.ઢ.ફ.)
ગુરુ મહારાજનું ફળ: વર્ષના આરંભે ગુરુ સિંહ રાશિમાં છે.તે તમારી રાશિથી નવમા સ્થાને છે. તા. ૧૩-૧૨-૨૦૨૬થી વક્રી થશે. તા. ૨૫-૦૧-૨૦૨૭થી કર્ક રાશિમાં આવશે. તે તમારી રાશિથી આઠમા સ્થાને રહેશે. તા. ૨૬-૦૬-૨૦૨૭થી સિંહમાં આવશે સંતાન અંગેના આયોજનમાં સારો સમય ગણાય. હરીફો અને હાથ નીચેના લોકોથી સાચવવું. આર્થિક આયોજનમાં વિલંબથી સફળતા મળે. મોટી ખરીદી કે મિલકત બાબતે અનુકૂળતા જોવા મળે. વ્યવસાયમાં મહેનત વધારવી પડશે.
શનિ મહારાજનું ફળ: વર્ષ આરંભે વક્રી શનિ મીન રાશિમાં છે. તે તમારી રાશિથી ચોથા સ્થાનમાં છે. તા. ૧૨-૧૨-૨૦૨૬થી માર્ગી થશે. તા. ૩-૦૬-૨૦૨૭થી મેષમાં તમારી રાશિથી પાંચમે આવશે. ૯-૦૮-૨૦૨૭થી વક્રી થશે. તા. ૨૦-૧૦-૨૦૨૭થી મીનમાં આવશે. નોકરી વ્યવસાયમાં નાના અવરોધ કે વિવાદ જણાય. શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને જાન્યુઆરીથી મે માસ દરમિયાન સફળતાના યોગ ગણાય. મિત્રો- ભાગીદારો બાબતે સાચવવું. કૌટુંબિક તથા સામાજિક કાર્યમાં અવરોધ અનુભવાય.
રાહુનું ફળ: વર્ષારંભે રાહુ કુંભ રાશિમાં છે. તમારી રાશિથી ત્રીજા સ્થાને છે. તા. ૫-૧૨-૨૦૨૬થી મકરમાં તમારી રાશિથી બીજે આવશે. આરોગ્ય બાબતે સાચવવું. ધનખર્ચમાં વધારો થાય. બચત જાળવી રાખશો તો નજીકના સમયમાં કામ લાગશે. સંતાનની પ્રગતિ અંગેના આયોજનમાં અનુકૂળતા રહે. પ્રવાસમાં સાવધ રહેવું . જમીન કે બાંધકામ સાથે સંકળાયેલા વર્ગને મુંઝવણ રહે.
મકર (ખ.જ.)
ગુરુ મહારાજનું ફળ: વર્ષના આરંભે ગુરુ સિંહ રાશિમાં છે.તે તમારી રાશિથી આઠમા સ્થાને છે. તા. ૧૩-૧૨-૨૦૨૬થી વક્રી થશે. તા. ૨૫-૦૧-૨૦૨૭થી કર્ક રાશિમાં આવશે. તે તમારી રાશિથી સાતમે રહેશે. તા. ૨૬-૦૬-૨૦૨૭થી સિંહ રાશિમાં આવશે. આરોગ્ય સાચવવું. ધાર્મિક અને આધ્યાત્મિક લાભ મેળવી શકાય. હાથ નીચેના લોકો તથા સહકાર્યકરોથી અનુકૂળ. આર્થિક આયોજનમાં અનુકૂળતા જણાય. કૌટુંબિક તથા સામાજિક બાબતે માર્ચ સુધી કાળજી રાખવી. પરદેશગમન અંગેના પ્રયત્ન હશે તો સફળતા મળે.
શનિ મહારાજનું ફળ: વર્ષ આરંભે વક્રી શનિ મીન રાશિમાં છે. તે તમારી રાશિથી ત્રીજા સ્થાનમાં છે. તા. ૧૨-૧૨-૨૦૨૬થી માર્ગી થશે. તા. ૩-૦૬-૨૦૨૭થી મેષમાં તમારી રાશિથી ચોથે આવશે. ૯-૦૮-૨૦૨૭થી વક્રી થશે. તા. ૨૦-૧૦-૨૦૨૭થી મીનમાં આવશે.: માનસિક ચિંતા અને અવરોધ અનુભવાય. સામાજિક ક્ષેત્રમાં તમારી કસોટી થાય.. આત્મવિશ્વાસ કેળવવાની સલાહ છે. નોકરી વ્યવસાયમાં સાચવવું. ધાતુ મશીનરી સાથે કામ કરનાર ભાઇઓએ વધુ સાવધ રહેવું. ઇજા- અકસ્માત સંભવ રહે.
રાહુનું ફળ: વર્ષારંભે રાહુ કુંભ રાશિમાં છે. તમારી રાશિથી બીજા સ્થાને છે. તા. ૫-૧૨-૨૦૨૬થી તમારી રાશિમાં આવશે. સ્પર્ધાત્મક પરીક્ષા કે નોકરી બાબતે અગાઉના અવરોધ હળવા થાય. આવક બાબતે થોડી મુંઝવણ અનુભવાય. બચત જાળવી રાખવી. જમીન- મકાન કે મિલકત અંગેના કાર્યમાં અવરોધ જણાય. પરિવારમાં સુમેળ વધે. નવીન આયોજન ગોઠવી શકાય. પ્રવાસમાં કાળજી રાખવી. વાહન ખરીદીમાં સાચવવું.
કુંભ (ગ.શ.સ.)
ગુરુ મહારાજનું ફળ: વર્ષના આરંભે ગુરુ સિંહ રાશિમાં છે.તે તમારી રાશિથી સાતમા સ્થાને છે. તા. ૧૩-૧૨-૨૦૨૬થી વક્રી થશે. તા. ૨૫-૦૧-૨૦૨૭થી કર્ક રાશિમાં આવશે. તે તમારી રાશિથી છઠ્ઠે રહેશે. તા. ૨૬-૦૬-૨૦૨૭થી સિંહમાં આવશે ગુરુની શુભ અસર જોવા મળે. વાદવિવાદમાં કે કોર્ટ કચેરીના કામકાજમાં અનુકૂળતા જણાય. ધનખર્ચમાં સંયમ રાખવાની સલાહ છે. આર્થિક રોકાણમાં એકંદરે અનુકૂળતા જણાય. સામાજિક તથા કૌટુંબિક કાર્યમાં માન અને સફળતા મળે.
શનિ મહારાજનું ફળ: વર્ષ આરંભે વક્રી શનિ મીન રાશિમાં છે. તે તમારી રાશિથી બીજા સ્થાનમાં છે. તા. ૧૨-૧૨-૨૦૨૬થી માર્ગી થશે. તા. ૩-૦૬-૨૦૨૭થી મેષમાં તમારી રાશિથી ત્રીજે આવશે. ૯-૦૮-૨૦૨૭થી વક્રી થશે. તા. ૨૦-૧૦-૨૦૨૭થી મીનમાં આવશે. શનિ તમારી રાશિનો સ્વામી હોવાથી એકંદરે રાહત રહે. છતાં અવારનવાર નાની મોટી કસોટી થાય. તેમાં શક્તિઓની કદર થશે. આરોગ્ય ખાસ સાચવવું. ભાગીદારો સાથે સંયમપૂર્વક વર્તવાની સલાહ છે. નવી યોજના શરૂ કરી શકાય. વાદવિવાદમાં સાચવવું.
રાહુનું ફળ: વર્ષારંભે રાહુ તમારી રાશિમાં છે. તા. ૫-૧૨-૨૦૨૬થી મકરમાં તમારી રાશિથી બારમે આવશે. આરોગ્ય સાચવવું. આવક અને આજીવિકા બાબતે નાના અવરોધ અને વિલંબ જણાય. તમારી કાર્યક્ષમતા ઓછી થાય. મિલકત અંગેના આયોજનમાં ધીરજ રાખવી. અગાઉના અવરોધ હળવા થાય. આંખોની કાળજી રાખવી. નોકરી વ્યવસાયમાં ફેરફાર થાય.
મીન (દ.ચ.ઝ.થ.)
ગુરુ મહારાજનું ફળ: વર્ષના આરંભે ગુરુ સિંહ રાશિમાં છે.તે તમારી રાશિથી છઠ્ઠા સ્થાને છે. તા. ૧૩-૧૨-૨૦૨૬થી વક્રી થશે. તા. ૨૫-૦૧-૨૦૨૭થી કર્ક રાશિમાં તમારી રાશિથી પાંચમા સ્થાને રહેશે. તા. ૨૬-૦૬-૨૦૨૭થી સિંહમાં આવશે જાન્યુઆરી પછી ગુરુની શુભ અસરનો લાભ મેળવી શકાય. જૂન સુધી નવીન આયોજન,સંતાન અંગેના પ્રશ્નો તથા પરદેશગમન અંગે અનુકૂળતા જણાય. આવકમાં વધારો થાય. બચત વધારી શકાય. સામાજિક કાર્યમાં પ્રગતિ અનુભવાય. માન સન્માનના યોગ ગણાય.
શનિ મહારાજનું ફળ: વર્ષ આરંભે વક્રી શનિ તમારી પોતાની મીન રાશિમાં છે. તા. ૧૨-૧૨-૨૦૨૬થી માર્ગી થશે. તા. ૩-૦૬-૨૦૨૭થી મેષમાં તમારી રાશિથી બીજા સ્થાને આવશે. ૯-૦૮-૨૦૨૭થી વક્રી થશે. તા. ૨૦-૧૦-૨૦૨૭થી મીનમાં આવશે. અવરોધ અને વિલંબ સાથે નાના લાભ મળે. બચત જાળવી રાખવી. નવા સાહસની સલાહ નથી. પ્રવાસમાં સાચવવું. મૂડી રોકાણ કે મિલકત ખરીદીમાં ખાસ સાચવવું. નોકરી વ્યવસાયમાં હરીફો તથા છૂપા શત્રુઓ સક્રિય બને. જમીન -ખનીજ ક્ષેત્રમાં કામ કરનારે આ વર્ષે સાચવવું. આરોગ્ય નરમ રહે.
રાહુનું ફળ: વર્ષારંભે રાહુ કુંભ રાશિમાં છે. તમારી રાશિથી બારમા સ્થાને છે. તા. ૫-૧૨-૨૦૨૬થી મકરમાં તમારી રાશિથી અગિયારમા લાભસ્થાને આવશે. મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળે. પ્રલોભનથી દૂર રહેવાની સલાહ છે. જાન્યુઆરી પછી તમારી મહેનતનું ફળ મળે. આર્થિક આયોજનમાં હળવા વિલંબ પછી સફળતા મળે. વાદવિવાદથી સાચવવું. વડીલોપાર્જીત મિલકત અંગેના પ્રશ્ન હશે તો રાહત રહે.
