આ વર્ષે આગમન સાથે મા દુર્ગાનું આગમન પણ માનવામાં આવે છે. દરેક નવા સંવત સાથે ગ્રહોની સ્થિતિ મુજબ રાશિઓ પર અસર બદલાય છે. આ વખતે લોકોમાં સૌથી મોટો સવાલ છે કે શનિની સાડાસાતી કઈ રાશિઓને વધુ અસર કરશે અને કોને સાવચેત રહેવાની જરૂર છે.
મેષ રાશિ (Aries)
મેષ રાશિના લોકો માટે સાડાસાતીનું પહેલુ ચરણ શરૂ થઈ ગયુ છે. આ સમયમાં પડકારો વધુ આવી શકે છે અને આર્થિક કાર્યોમાં વિલંબ થઈ શકે છે. જે કામ પહેલા ઝડપથી થતા હતા તેમાં હવે સમય લાગી શકે છે. તેથી ગભરાવાની જગ્યાએ ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. જો તમે માનસિક રીતે તૈયાર રહેશો તો તણાવ ઓછો રહેશે અને ખોટા નિર્ણય લેતા બચી શકશો.
કુંભ રાશિ (Aquarius)
કુંભ રાશિના લોકો માટે શનિની સાડાસાતીનું અંતિમ ચરણ ચાલી રહ્યુ છે. તેનો અર્થ એ છે કે હવે ધીમે ધીમે રાહત મળવાની શરૂઆત થઈ રહી છે. પહેલા જે મુશ્કેલીઓ હતી તે હવે ઓછી થશે. અટકેલા કામો પૂરા થવા લાગશે. આ વર્ષે વધુ ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ આવનાર સમય પહેલા કરતાં વધુ સારો સાબિત થઈ શકે છે.
મીન રાશિ (Pisces)
મીન રાશિના લોકો માટે સાડાસાતીનુ બીજુ ચરણ ચાલી રહ્યુ છે, જેને સૌથી પડકારજનક માનવામાં આવે છે. આ દરમિયાન કામનુ દબાણ વધશે અને માનસિક તણાવ અનુભવાઈ શકે છે. જવાબદારીઓ વધશે. આવી સ્થિતિમાં તમારે તમારા વર્તન અને કર્મ પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. કોઈને પણ તમારા શબ્દો કે વર્તનથી દુઃખ ન પહોંચે તેનું ધ્યાન રાખો. ઈમાનદારી અને મહેનતથી કામ કરશો તો શનિના નકારાત્મક પ્રભાવને ઓછો કરી શકશો.
આ પણ વાંચો: Samudrik Shastra: શરીરના આ 7 લક્ષણ કિસ્મત ચમકાવવાના આપે સંકેત, કેટલા ભાગ્યશાળી છો તમે?
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)