આ સમયમાં ગ્રહોની ઊર્જા અસામાન્ય રીતે વધુ અસરકારક બની જાય છે. જ્યોતિષાચાર્યોના જણાવ્યા મુજબ, આ સમય દરમિયાન કેટલીક રાશિઓએ ખાસ સાવચેતી રાખવાની જરૂર રહે છે. આવો જાણીએ કઈ રાશિઓએ સંભળી ને રહેવું જોઈએ.
વ્યતિપાત યોગ શું છે?
આ યોગ ત્યારે બને છે જ્યારે સૂર્ય અને ચંદ્ર એકબીજાની સામે (વિપરીત) સ્થિત હોય અને તેમના વચ્ચે 180 ડિગ્રીનું અંતર હોય. દ્રિક પંચાંગ મુજબ આ વખતે 25 ફેબ્રુઆરીએ બપોરે 3:05 વાગ્યાથી આ યોગ બનશે. જ્યોતિષમાં વ્યતિપાત યોગને પડકારજનક સમય માનવામાં આવે છે. જ્યારે સૂર્ય અને ચંદ્ર વિપરીત રાશિઓમાં હોય ત્યારે માનસિક તથા બાહ્ય પરિસ્થિતિઓમાં અસંતુલન વધી શકે છે.
સિંહ રાશિ
આ સમય તમારા માટે માનસિક દબાણ વધારી શકે છે. કાર્યસ્થળ પર જવાબદારીઓ અચાનક વધી શકે છે અને વરિષ્ઠો સાથે મતભેદ થઈ શકે છે. આર્થિક બાબતોમાં જોખમ ન લો, રોકાણ ટાળવું વધુ સારું રહેશે. પરિવારમાં અહંકારના કારણે તણાવ વધી શકે છે અને જીવનસાથી સાથે ગેરસમજ થવાની શક્યતા છે. માથાનો દુખાવો અથવા થાક પરેશાન કરી શકે છે. વાહન ચલાવતા સમયે ખાસ સાવચેતી રાખો.
વૃશ્ચિક રાશિ
આ રાશિના લોકો માટે આ યોગ ભાવનાત્મક ઉતાર-ચઢાવ લાવી શકે છે. નજીકના લોકો સાથે વિવાદ થવાની શક્યતા છે. કાર્યસ્થળ પર છુપાયેલા વિરોધીઓ સક્રિય થઈ શકે છે, જેના કારણે યોજનાઓમાં અવરોધ આવી શકે છે. ખાસ કરીને બિનયોજિત ખર્ચને કારણે ધનહાનિ થઈ શકે છે. સ્વાસ્થ્ય બાબતે પેટ અથવા બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. મુસાફરી દરમિયાન સાવચેત રહો અને વિવાદથી દૂર રહો.
કુંભ રાશિ
કુંભ રાશિના લોકો આ સમય દરમિયાન માનસિક અસ્થિરતા અને ચિંતાનો સામનો કરી શકે છે. કામમાં એકાગ્રતા ઘટી શકે છે. આર્થિક બાબતોમાં અચાનક ખર્ચ વધી શકે છે, તેથી ઉધાર આપવાથી બચો. ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહી શકે છે. ઊંઘની કમી અને તણાવ વધવાની શક્યતા છે. મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા સારી રીતે વિચાર કરો અને શાંત મન રાખો.
આ પણ વાંચો: Holi 2026: ભારતમાં આ જગ્યાએ નથી ઉજવાતો હોળીનો તહેવાર, અજબ-ગજબ માન્યતા
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)