રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.


[[$googlead]]

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

વિક્રમ સંવત 2082. ફાગણ વદ એકમ -બુધવાર, સૂર્ય ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં.

[[$alsoread]]

મેષ રાશિ

તબિયતને સ્વસ્થ રાખી શકશો. ખર્ચ વધતો લાગે, વ્યવસાયિક ચિંતા દૂર થાય.

વૃષભ રાશિ

આપના ધાર્યા કામકાજો આડેના અવરોધમાંથી માર્ગ મળતો જણાય, ચિંતા હળવી બને.

મિથુન રાશિ

આપની મનની મુરાદ મનમાં રહેતી લાગે, વ્યયનો પ્રસંગ, વ્યવસાયિક કામમાં પ્રગતિ.

કર્ક રાશિ

અંતઃકરણમાં અજંપો જણાય, સ્વજનથી સમાધાન થઈ શકે, કાર્ય સફળતા માટે રાહ જોવી પડે.

સિંહ રાશિ

આપના સ્વમાન પર ઠેસ કે ઉપેક્ષાનો અનુભવ જણાય છતાંય પ્રગતિના દ્વાર ખુલતા લાગે.

કન્યા રાશિ

ચિંતાનો ભાર ઉતરતો જણાય, પ્રયત્નો ફળદાયી ુપુરવાર થાય, પ્રેમના પુષ્પો પાંગ્રતા લાગે.

તુલા રાશિ

આપની બેચેની અને વ્યથાના વાદળ વિખેરાતા લાગે, નવીન તક, સાનુકૂળતા સર્જાય.

વૃશ્ચિક રાશિ

ધાર્યો લાભ મેળવવા માટે ધીરજ અને ગણતરીપૂર્વકના પ્રયત્નો જરૂરી જણાય.

ધન રાશિ

સામા પવને ચાલતા હોય તેમ લાગે યા વિપરિત સંજોગો જણાય તો હિંમત ખોશો નહીં.

મકર રાશિ

લાગણી કે મન પરની અસરને અંકુશમાં રાખવાથી શાંતિ અને સફળતા આવી મળે.

કુંભ રાશિ

સમજણ અને સમાધાનવૃત્તિ ઉપયોગી પૂરવાર થાય, પ્રવાસ, નાણાભીડ જણાય.

મીન રાશિ

આપના અગત્યના પ્રશ્નોની ચિંતા હળવી બનતી જણાય, કોઈની મદદ સાથ ઉપયોગી બને.


  • Follow us on: