રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.


[[$googlead]]

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

વિક્રમ સંવત 2082 ફાગણ સુદ નવમી -બુધવાર, બગીચા નવમી

મેષ રાશિ

સમયનો સદ્ઉપયોગ કરીને ઇષ્ટ ફળ મેળવવાનો પ્રયત્ન કરશો, મિત્ર-સંબંધીઓથી સંવાદિતા.

[[$alsoread]]

વૃષભ રાશિ

આરોગ્ય જાળવી લેજો. સમય સુધરતો જણાય, નાણાકીય બાબતને હલ કરી શકશો.

મિથુન રાશિ

ચિંતા, ઉદ્વેગ અને તણાવમાંથી મુક્તિ માટે સમાધાનકારી આધ્યાત્મિક વલણ મદદરૂપ થાય.

કર્ક રાશિ

લોભ લાલચથી પર રહીને કાર્ય કરવાથી નુકસાન અટકશે, કૌટુંબિક બાબતો અંગે સાનુકૂળતા.

સિંહ રાશિ

આપની વ્યવસાયિક ચિંતાનો ભાર ઉતારવા વ્યવસ્થિત આયોજન જરૂરી માનજો, સ્નેહીથી મિલન.

કન્યા રાશિ

આપના હાથ ધરેલા કામકાજોને આગળ ધપાવવાના સંજોગ તક સર્જાય, કૌટુંબિક ક્ષેત્રે સફળતા.

તુલા રાશિ

આપની માનસિક બેચેની દૂર થતી જણાય, સ્વજનોથી મદદ, મિલન, લાભના સંજોગો નિર્માણ થતાં લાગે.

વૃશ્ચિક રાશિ

તણાવ અને અશાંતિના સંજોગો દૂર થાય, કૌટુંબિક સામાજિક કાર્ય અંગે સાનુકૂળતા. પ્રયત્નોનું ફળ મળે.

ધન રાશિ

અંગત મૂંઝવણોમાંથી બહાર આવી શકશો, રાહત અનુભવાય, નાણાકીય સ્થિતિ તંગ જણાય, પ્રવાસ ફળે.

મકર રાશિ

ચિંતા ચિત્તા સમાન એ કહેવત ન ભૂલશો, ગૃહજીવનમાં કે સામાજિક ક્ષેત્રે મન પરોવવાથી સુખદ અનુભવ.

કુંભ રાશિ

અગત્યના કામકાજ અંગે હજુ વિલંબ જણાય, ખર્ચ વધતાં નાણાભીડ વર્તાય, તબિયતની ચિંતા રાખજો.

મીન રાશિ

આપનું ધાર્યું ન થાય તો પણ પ્રયત્નો ન છોડશો, આગળ જતાં ફળે, ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકશો.

  • Follow us on: