રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.


[[$googlead]]

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

વિક્રમ સંવત 2082. મહા વદ આઠમને મંગળવાર, વિંછુડો. ચંદ્ર પૃથ્વીથી અતિ દૂર

[[$alsoread]]

મેષ રાશિ

આરોગ્ય ચિંતા, શત્રુભય, વિવાદ અવરોધનો અનુભવ, તીવ્ર નાણાભીડ.

વૃષભ રાશિ

કેટલીક સમસ્યાનો ઉકેલ જણાય, ગૃહજીવનમાં ઘર્ષણનોે બનાવ.

મિથુન રાશિ

આપના કામકાજમાં વિલંબથી લાભ, સફળતા જણાય, શત્રુકારી ચાલે નહીં.

કર્ક રાશિ

આપના પ્રયત્નો સફળ જણાય, પ્રગતિકારક તક, સંતાન, પ્રિયજન અંગે વિવાદ.

સિંહ રાશિ

કેટલીક સમસ્યાથી તણાવ જણાય, મનદુઃખ વ્યથાનો પ્રસંગ, નાણાભીડ.

કન્યા રાશિ

આપના પ્રયત્નો સફળ નીવડશે, ચિંતા હળવી બને, પ્રવાસ-પર્યટન સફળ બને.

તુલા રાશિ

મહત્ત્વની નાણાકીય સમસ્યાનો ઉકેલ આવતો જણાય, કૌટુંબિક મતભેદ ટાળવા.

વૃશ્ચિક રાશિ

માનસિક, શારીરિક આરોગ્ય સાચવવું, ગૃહવિવાદનો પ્રસંગ, શત્રુ ચિંતા દૂર.

ધન રાશિ

અણધારી ખર્ચ-વ્યયની ચિંતા, ધાર્યું અટકતું લાગે, નાણાભીડ, સમસ્યાનું ટેન્શન.

મકર રાશિ

આપની મૂંઝવણ દૂર થાય, લાભની આશા, પ્રિયપાત્રથી સહકાર.

કુંભ રાશિ

નોકરી-ધંધાના ક્ષેત્રે કાર્યભાર વધે, વાદ-વિવાદ ટાળજો, વિઘ્નનો અનુભવ.

મીન રાશિ

આપની અગત્યની કામગીરીમાં સફળતા, ભાગ્ય અવરોધ દૂર થાય.

  • Follow us on: