રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.
વિક્રમ સંવત 2082 કારતક સુદ દસમને શનિવાર , પ્રબોધિની એકાદશી-સ્માર્ત. પંચક.
મેષ રાશિ
આપની મૂંઝવણની સમસ્યાનો હલ મેળવી શકશો, સ્વજનની સહાય મળે. પ્રસન્નતાનો પ્રસંગ.
વૃષભ રાશિ
વ્યર્થ વાદ-વિવાદ રોકજો, વ્યવસાયિક ક્ષેત્રે ધીમી પ્રગતિ જણાય, વિરોધીથી સાચવવું પડે.
મિથુન રાશિ
અગત્યના કામકાજ અંગે અવરોધ હશે તો દૂર થાય, લાગણી દુભાતી લાગે, ખર્ચ ટાળજો.
કર્ક રાશિ
આપના પ્રયત્નો સફળ થતાં જણાય, મહેનતનું ફળ મેળવી શકશો, વ્યવસાયિક કાર્ય રચના આગળ ફળે.
સિંહ રાશિ
સામાજિક બાબતો અંગે સાનુકૂળતા, વ્યવસાયિક કાર્યમાં અવરોધ જણાય, આરોગ્ય તકેદારી રાખજો.
કન્યા રાશિ
ચિંતા-વિષાદના વાદળ વિખેરાય, અગત્યનું કામ સફળ થતું જણાય, ખર્ચનો પ્રસંગ.
તુલા રાશિ
સ્વસ્થતા અને સ્થિરતા માટે યોગ ઉપયોગી બને, આપના કામકાજમાં ધીમી પ્રગતિ, લાભ જણાય.
વૃશ્ચિક રાશિ
પ્રતિકૂળ સંજોગોમાંથી બહાર આવી શકશો, પ્રવાસ-પર્યટન, મિલન-મુલાકાતથી આનંદ.
ધન રાશિ
ખોટું ટેન્શન અને અશાંતિ હશે તો તે દૂર થતાં રાહત જણાય, કાર્ય સફળતાની તક હાથ આવી મળે.
મકર રાશિ
આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો, સ્વજનની સહાય મળે, આરોગ્ય અંગે બેદરકારી ન રાખજો.
કુંભ રાશિ
મિલન-મુલાકાતથી આનંદ, સ્વાસ્થ્ય સાચવવું પડે, ખર્ચ-વ્યયનો પ્રસંગ જણાય, મહત્ત્વની મુલાકાત.
મીન રાશિ
માનસિક મૂંઝવણ દૂર થતી લાગે, અગત્યની કાર્ય રચના અંગે પ્રગતિકારક સંજોગો ઊભા થતાં જણાય.









