વિક્રમ સંવત 2081. ભાદરવા સુદ નવમીને સોમવાર, રામદેવપીર નવરાત્ર સમાપ્ત
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.
મેષ રાશિ
સામાન્ય અડચણો સિવાય એકંદરે સરળતા અને સફળતાનો અનુભવ કરી શકશો.
વૃષભ રાશિ
આપની માનસિક મૂંઝવણો યા નાણાકીય ચિંતાનો ઉકેલ મળતો જણાય.
મિથુન રાશિ
આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખવા મળે, કૌટુંબિક યા વ્યવસાયિક પ્રશ્ન હલ થાય.
કર્ક રાશિ
આપના મહત્ત્વના કામકાજો અંગે કેટલાક અવરોધ હશે તો ધીમે ધીમે દૂર થાય.
સિંહ રાશિ
આપના ગૃહજીવનના પ્રશ્નો કે વ્યવસાયિક સમસ્યાનો ઉકેલ મેળવી શકશો.
કન્યા રાશિ
ચિંતાઓનો વિચાર કરવા કરતાં આશાઓનો વિચાર વધુ ફળદાયી નીવડશે.
તુલા રાશિ
આપની માનસિક સ્થિતિને સમતોલ સ્વસ્થ રાખવા પ્રયત્ન કરજો, નાણાકીય બાબતોમાં મદદ મળે.
વૃશ્ચિક રાશિ
આપના સંજોગો સુધરતા જણાય, હકારાત્મક વલણ ઉપયોગી બને, કૌટુંબિક કાર્ય અંગે સાનુકૂળતા.
ધન રાશિ
નાણાભીડના સંજોગો હશે તો બહાર નીકળવાનો માર્ગ મળે, સામાજિક પ્રવૃત્તિઓથી પ્રસન્નતા.
મકર રાશિ
વ્યર્થ દોડધામ ન થાય તે માટે વ્યવસ્થિત આયોજન જરૂરી, ખર્ચનો પ્રસંગો વધતા જણાય.
કુંભ રાશિ
ભાગ્યદેવી રીઝતી જણાય, પ્રેમની વસંત મહોરતી લાગે, વિઘ્નોને પાર કરી શકશો.
મીન રાશિ
કાર્ય બોજ વધતો લાગે, માનસિક તણાવને રોકવા ધીરજ, સમતા જરૂરી સમજવા.









