જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.


[[$googlead]]

વિક્રમ સંવત 2081. ભાદરવા સુદ દસમ. મંગળવાર, કેવડાત્રીજ. સામવેદી શ્રાવણી.

મેષ રાશિ

[[$alsoread]]

સામાજિક સંબંધો ઉપયોગી બનતા જણાય, વિઘ્નને પાર કરી શકશો, આરોગ્ય જળવાય.

વૃષભ રાશિ

મનની મુરાદ મનમાં રહેતી લાગે, ધાર્યું કામમાં વિલંબ પડે, ગૃહજીવનના પ્રશ્ન હલ થઈ શકે.

મિથુન રાશિ

લાગણીઓ અને આવેશ પર કાબુ રાખજો, અંગત સમસ્યા હલ કરી શકશો, સ્નેહી મિત્રની મદદ.

કર્ક રાશિ

આદર્યા કામ અધૂરા ન રહી ડાય તે માટે તકેદારી દૃઢતા જરૂરી, કૌટુંબિક બાબતોથી પરેશાની.

સિંહ રાશિ

કાર્ય સફળતા અને મૂંઝવણના નિરાકરણ માટે ઈશ્વર પરની શ્રાદ્ધા ઉપરાંત પ્રચંડ પુરુષાર્થ જરૂરી.

કન્યા રાશિ

તમારી તકદીરને દોષ દેવા કરતાં આળસને જવાબદાર ગણજો, મન હશે તો માળવે જવાય.

તુલા રાશિ

આપની આર્થિક યા સામાજિક જવાબદારી નિભાવવા પ્રયત્નો ફળદાયી બનતા જણાય.

વૃશ્ચિક રાશિ

અણધાર્યા વિઘ્નોને આપ પાર કરીને સફળતા તરફ આગળ વધી શકશો.

ધન રાશિ

આપની સમાધાનવૃત્તિ અને આયોજનની તૈયારી જરૂર ઉપયોગી કે ફળદાયી બની શકશે.

મકર રાશિ

પ્રતિકૂળ સંજોગો જણાતા હોય કે મુશ્કેલીના આપ કુનેહપૂર્વક તેમાંથી બહાર આવી શકશો.

કુંભ રાશિ

'પારકી આશ સદા નિરાશ' એ ઉક્તિ ન ભૂલશો, જાતે આપ બળે કામ કરવાથી જ યોગ્ય ફળ મળે.

મીન રાશિ

આપની ગૂંચવાયેલી પરિસ્થિતિ કે વાતાવરણને તમે વ્યસ્થિત કરી શકશો, શાંતિનો શ્વાસ લઈ શકશો.

  • Follow us on: