જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.
વિક્રમ સંવત રાશિ૨૦૮૧. ભાદરવા સુદ બારશ. ગુરુવાર, વામન જયંતી.
મેષ રાશિ
કુદરત સાથેની સંવાદિતા અને ભાગ્ય આધિનતા શાંતિનો અનુભવ કરાવે.
વૃષભ રાશિ
આપની મનોસ્થિતિને સમતોલ સ્વસ્થ બનાવી શકો, સફળતાની તક.
મિથુન રાશિ
આપના લક્ષને આંબવાની મહેનત ફળતી જણાય, થોડી ધીરજની જરૂરત રહેશે.
કર્ક રાશિ
લોભ-લાલચથી દૂર રહીને આપ ગણતરીપૂર્વક કામ કરી જરૂર સફળ બનશો.
સિંહ રાશિ
માનસિક અજંપાની લાગણી દૂર કરી કાર્ય કરવાથી ફળ અને પ્રસન્નતા વધે.
કન્યા રાશિ
આપની કામગીરીને આગળ ધપાવી શકશો, તબિયત સાચવજો, વિઘ્ન દૂર થાય.
તુલા રાશિ
આપના પુરુષાર્થનું ફળ મળતું જણાય, વ્યવસાયિક ક્ષેત્રે અગત્યની તક સર્જાય.
વૃશ્ચિક રાશિ
માનસિક સંતાપ યા ઉદ્વેગનો પ્રસંગ બહુ ટકે નહીં, લાગણીઓના ઘોડાને લગામમાં રાખશો તો શાંતિ મળે.
ધન રાશિ
વ્યવસાયિક બાબતો ગૂંચવાતી જણાશે, લાભ અટકેલો જોવા મળે, આપના ખર્ચા અંકુશમાં રાખવા.
મકર રાશિ
ગૃહજીવનમાં કે સ્વજન સાથેની ગેરસમજો દૂર કરી શકશો, આર્થિક વ્યવહાર સાચવવા મુશ્કેલ લાગે.
કુંભ રાશિ
પરિસ્થિતિ બદલાતી જણાય અને સાનુકૂળ થતી લાગે, સ્વજનથી ચકમક ઝરતી જણાય.
મીન રાશિ
તમારા નાણાકીય પ્રશ્નો વધુ પડતા ગૂંચવાય નહીં તે જોજો, કરજ વધારશો નહીં.









