રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.


[[$googlead]]

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

વિક્રમ સંવત 2082. માગશર વદ એકમ શુક્રવાર, વક્રી ગુરુ મિથુન રાશિમાં પ્રવેશ.

[[$alsoread]]

મેષ રાશિ

ચિંતા અને અશાંતિના વાદળ વિખેરાતા લાગે, વ્યવસાયિક અંગે પરેશાનીનો હલ મળી આવે.

વૃષભ રાશિ

આપની નોકરી ધંધાના ક્ષેત્રે સાવધાની જરૂરી, નુકસાની અટકાવજો, ભરોસો ભારે પડી શકે.

મિથુન રાશિ

આપના પ્રવાસ,પર્યટન અંગે લાભની તક, કૌટુંબિક સમસ્યાને હલ કરી શકો.

કર્ક રાશિ

આપની તબિયતની કાળજી રાખવી પડે, આર્થિક પ્રશ્નનો હલ મળે, ચિંતા હળવી બને.

સિંહ રાશિ

અવરોધ દૂર થાય, કાર્ય સફળતા માટે પ્રયત્નો વધારવા પડે, પ્રવાસની તક મળે.

કન્યા રાશિ

માનસિક ટેન્શન હળવું થાય, ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકશો, આર્થિક સમસ્યા જણાય.

તુલા રાશિ

અંતરાશિકરણમાં ઉદ્વેગ-અશાંતિનો અનુભવ. ઇશ્વરીય મદદથી કાર્ય ઉકેલાતું લાગે.

વૃશ્ચિક રાશિ

આપની આર્થિક વ્યવસાયિત ચિંતાનો હલ મળે, ગૃહજીવનમાં મતભેદ ટાળજો.

ધન રાશિ

આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો, સામાજિક પ્રશ્ન હલ થાય, નાણાભીડ.

મકર રાશિ

આપની ધીરજની કસોટી થતી જણાય, કૌટુંબિક કાર્ય માટેનો અવરોધ દૂર થાય.

કુંભ રાશિ

ધીમે ધીમે ગ્રહમાન સુધરતા રાહત અનુભવી શકશો, શાંતિ સ્વસ્થતા ટકાવી શકશો.

મીન રાશિ

આરોગ્યની કાળજી લેજો, આર્થિક પ્રશ્નોનો હલ મળી શકશે, કૌટુંબિક પ્રશ્ન ગૂંચવાય નહીં તે જોજો.

  • Follow us on: