રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.
વિક્રમ સંવત 2081 આસો સુદ તેરસ. રવિવાર, પંચક. રવિયોગ.
મેષ રાશિ
ધીમે ધીમે આપની નોકરી ધંધાની બાબતોને હલ કરી શકશો, અજાણ્યાથી સાવધાન રહેજો.
વૃષભ રાશિ
આપની અગત્યની પ્રવૃત્તિ કામગીરીને આગળ ધપાવવાની તક સર્જાતી જણાય, પ્રવાસ સફળ થાય.
મિથુન રાશિ
આપના પ્રયત્નો અને અપેક્ષા મુજબ ફળ મેળવવા ધીરજ અને શાંતિ જરૂરી બને, પ્રવાસમાં વિલંબ.
કર્ક રાશિ
નાના-નાના અવરોધોને પાર કરી આપની નૈયા આગળ વધતી જણાય, વ્યવસાયિક સફળતા મળે.
સિંહ રાશિ
લાભની આશા વિલંબથી ફળવાની શક્યતા જણાય, ઉતાવળા પગલા ન ભરવા.
કન્યા રાશિ
માનસિક તણાવનો કોઈ ઉપાય સાંપડતો લાગે, ખર્ચ-વ્યય પર અંકુશ જરૂરી માનજો.
તુલા રાશિ
આપની ગણતરીઓ કે યોજનાઓને સાર્થક કરવા વધુ પરિશ્રામ અને ધીરજ જરૂરી જણાય.
વૃશ્ચિક રાશિ
આપના પ્રયત્નો ફળદાયી બનતા જણાશે. કોઈની મદદ ઉપયોગી બને, સાનુકૂળતા મુજબ સમય જણાય.
ધન રાશિ
સામાજિક કે વ્યવસાયિક કામ પ્રસંગો અંગે સમય સુધરતો અને સાનુકૂળ બનતો લાગે, સંપત્તિના કામ થાય.
મકર રાશિ
ધાર્યો લાભ કે ફળ ન મળે તો નિરાશ થયા વિના પ્રયત્નો વધારવાથી કામ બની શકશે.
કુંભ રાશિ
ઉદાસીનતા અને અશાંતિ દૂર થાય અને કોઈ નવું આશાસ્પદ કિરણ દેખાય, મહત્ત્વના કામ આગળ વધે.
મીન રાશિ
કઠિન કે કષ્ટકારક સંજોગોમાંથી બહાર આવવાનો માર્ગ મળતો લાગે, અને આપને રાહત- સુખ અનુભવાય.









