વિક્રમ સંવત 2081 ભાદરવા સુદ તેરસ. શુક્રવાર, પ્રદોષ-શિક્ષક દિન. ઓણમ. શ્રાવણ ઉપવાસ.


[[$googlead]]

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

મેષ રાશિ

[[$alsoread]]

સંજોગો પ્રતિકૂળ હશે માટે સુધરવાની આશા દેખાય, સ્નેહી સ્વજનનો સહકાર મળે.

વૃષભ રાશિ

આપના વ્યવસાયિક ક્ષેત્રે લાભની આશા, આરોગ્ય સાચવવું, ખર્ચનો પ્રસંગ.

મિથુન રાશિ

માનસિક સમસ્યા કે કોઈ ચિંતાના ઉકેલમાં સંકેત પામી શકશો, કૌટુંબિક કાર્ય અંગે સાનુકૂળતા.

કર્ક રાશિ

આપના ઉતાવળા કોઈ સાહસથી તકલીફ જણાય, શાંતિ-ધીરજ અને એકાગ્રતા રાખજો.

સિંહ રાશિ

આવક કરતાં ખર્ચ વધે, ઉધાર કે લોનથી દૂર રહેવું, પ્રતિકૂળતામાંથી બહાર આવી શકશો.

કન્યા રાશિ

કુટુંબીજનોથી મતભેદ ન સર્જાય તે જોજો, આર્થિક બાબતો પર વધુ ધ્યાન આપજો.

તુલા રાશિ

આપની સામાજિક કામગીરીઓ અંગે વ્યસ્તતા વધતી લાગે, ઈચ્છિત ફળ મળતાં વિલંબ જોવાય.

વૃશ્ચિક રાશિ

નકામી ચિંતા અને મિથ્યાભિમાનથી દૂર રહીને તમે કોઈ સુખદ અનુભવ કરી શકશો.

ધન રાશિ

આપની દૃઢતા અને ઉદ્યમીતાથી આપ પ્રગતિના પંથેઆગળ સંચરી શકશો.

મકર રાશિ

આપના કોઈપણ નિર્ણય કે વિચારને સાકાર કરવા ઘણું સમાધાન કરવું પડે.

કુંભ રાશિ

આપના પ્રયત્નોનું ફળ મેળવવા આપે જાગૃત અને પરિશ્રમી રહેવું પડે.

મીન રાશિ

લાગણીઓને મહત્ત્વ આપવા કરતાં જરૂરિયાત સામે જોશો તો સુખ પામી શકશો.

  • Follow us on: