રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.
વિક્રમ સંવત 2081. શ્રાવણ સુદ બારસને બુધવાર , પવિત્રા બારસ. પ્રદોષ વ્રત
મેષ રાશિ
માનસિક ઉદ્વેગ બેચેનીનો અનુભવ દૂર થાય, કાર્ય સફળતા માટેના પ્રયત્નો સફળ થવાની આશા જણાય.
વૃષભ રાશિ
આપની મુશ્કેલીઓમાંથી બહાર આવવાની તક સર્જાય, ગૃહવિવાદ હળ થતો લાગે.
મિથુન રાશિ
આપના ધાર્યા કામકાજોને આગળ વધારવાની તકો આવે, સ્વજનથી મતભેદ નિવારી શકશો.
કર્ક રાશિ
આપના અંગત પ્રશ્નો મૂંઝવવાનો હલ મેળવવાની બારી ખૂલતી જણાય, સ્નેહી મિત્રથી સહકાર, સંવાદિતા.
સિંહ રાશિ
આપના મનોરથોને સાકાર કરવા વધુ ધીરજ પરિશ્રામ ઉપયોગી થઈ પડે, ધાર્યા લાભ મળી શકે.
કન્યા રાશિ
માનસિક બોધરેશન અનુભવાય, ખોટા ખર્ચ,નિર્ણયોથી દૂર રહેવું. પ્રવાસ ફળદાયી બને, સ્વજનની સહાય.
તુલા રાશિ
તમારા અગત્યના કામકાજો અંગે સંજોગ સુધરતા લાગે, પ્રતિકૂળતામાંથી માર્ગ મળે, સામાજિક કામ બને.
વૃશ્ચિક રાશિ
ધાર્યો લાભ અટકતો લાગે, વધુ પ્રયત્ને ઈષ્ટ ફળ મેળવી શકશો, ગૃહવિવાદ અટકાવજો, ખર્ચ વધે નહીં તે જોજો.
ધન રાશિ
આપના મનસૂબા અધૂરા રહેતાં લાગે, આર્થિક ચિંતા અનુભવાય, વિશ્વાસે ન રહેવું, નાણાભીડ.
મકર રાશિ
આપના અટકેલા કાર્યને આગળ વધારી શકશો, સામાજિક ગૃહજીવનની ચિંતા હળવી બને.
કુંભ રાશિ
આપના પરિશ્રામનું ફળ એળે ન જાય તે માટે ધીરજ શાંતિ રાખજો, કૌટુંબિક પ્રશ્ન હલ કરી લેજો.
મીન રાશિ
આપની આર્થિક ચિંતાનો ઉકેલ શોધી શકશો, સામાજિક સમસ્યા હલ થાય, મિલન-મુલાકાતનો પ્રસંગ.









