રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.


[[$googlead]]

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

વિક્રમ સંવત 2081 આસો સુદ ચૌદસ. સોમવાર, વ્રતની પૂનમ. શરદ પૂર્ણિમા. પંચક.

[[$alsoread]]

મેષ રાશિ

આપની તબિયત સુધરતી જણાય, ખર્ચ-વ્યય ટાળજો, સ્નેહીથી સંવાદિતા રહે.

વૃષભ રાશિ

મહેનત રંગ લાવતી જણાય, કાર્ય સફળતાની તક, સ્નેહીથી મતભેદ ટાળજો.

મિથુન રાશિ

આવક કરતાં જાવક વધે નહીં તે જોજો, તબિયતની સાચવણી જરૂરી માનજો.

કર્ક રાશિ

આર્થિક વ્યવહારોમાં સાવધાન રહેવું, ધંધાકીય પ્રગતિ જણાય, મિલન-મુલાકાત.

સિંહ રાશિ

આપની અગત્યની યોજના અંગે જરૂરી મદદ મળતી જણાય, ચિંતા હળવી બને.

કન્યા રાશિ

આપની પ્રગતિ વિકાસની અપેક્ષા માટે સંજોગ સુધરશે, આરોગ્ય ચિંતા દૂર થાય.

તુલા રાશિ

સમસ્યાઓમાં આડબીડ જંગલમાંથી પણ ઉકેલની સુંદર કેડી મળી આવે, લોભને થોભ રાખજો.

વૃશ્ચિક રાશિ

આત્મબળ અને આત્મનિર્ભરતા સફળતાની આવી બની રહેશે, પ્રવાસ મજાનો.

ધન રાશિ

સ્વપ્નોની પાંખે વિહરવા કરતાં કર્મના સહારે ચાલવાથી ધ્યેય તરફ આગળ વધાશે.

મકર રાશિ

તમારા મૂંઝવતા પ્રશ્નોને ઉકેલવા ધીરજ જરૂરી સમજજો, કૌટુંબિક સફળતા, અગત્યનું કામ થઈ શકે.

કુંભ રાશિ

આભાસી લાભના મૃગજળળ પાછળ દોડવા કરતાં પરિશ્રમનું જળબુંદ મીઠું લાગશે, સ્નેહીથી વિવાદ.

મીન રાશિ

મન: સ્થિતિને સમતોલ રાખી આગળ વધજો, ફતેહ આગળ રાહ જોતી લાગે, પ્રવાસ.

  • Follow us on: