રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.


[[$googlead]]

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

વિક્રમ સંવત 2081 આસો સુદ પૂનમને મંગળવાર, પંચક. વાલ્મીકિ જયંતી. એકમ ક્ષય.

[[$alsoread]]

મેષ રાશિ

આપના ધાર્યા કામ અંગે અવરોધ હશે તો તેને પાર કરી શકશો, ગૃહજીવનમાં સંવાદિતા.

વૃષભ રાશિ

કોઈના પર વધુ પડતા વિશ્વાસે ન ચાલવા સલાહ છે, નાણાકીય લેવડદેવડમાં સાવધાની.

મિથુન રાશિ

આપને ઉતાવળે આંબા ન પાકે તે સમજીને વિચારીને ડગ ભરશો તો સફળતા આવી મળે.

કર્ક રાશિ

નાણાકીય લાભની તક ગુમાવી ન બેસાય તે જોજો, પ્રવાસ ફળે, આરોગ્ય ચિંતા દૂર.

સિંહ રાશિ

વ્યવસાયિક અને આધ્યાત્મિક બનીને કાર્ય ફળ પ્રાપ્ત થતું જણાય, ખર્ચ પર અંકુશ.

કન્યા રાશિ

મનની મુરાદ મનમાં રહી ન જાય તે માટે પ્રયત્નોનું જોર વધારવું પડે.

તુલા રાશિ

પ્રગતિકારક સંજોગો સર્જાય, અગત્યના નિર્ણયો લઈ શકો, સ્નેહી સ્વજનનો સહકાર.

વૃશ્ચિક રાશિ

આપના મહત્ત્વના કામકાજો અંગે મુશ્કેલી હશે તો ટેન્શન હળવું બને.

ધન રાશિ

આપના વ્યવસાયિક કાર્યો અંગે વધુ ધ્યાન અને અન્યનો સાથ જરૂરી માનજો, લાભની તક.

મકર રાશિ

આપની વ્યવસાયિક બાબતો અંગે સાનુકૂળ તક સર્જાય ચિંતા મુક્તિ માટે તર્ક શંકા ત્યજવા.

કુંભ રાશિ

આપના હાથ ધરેલા કાર્ય અંગે સંજોગનો સાથ મળતો જણાય, આરોગ્ય સાચવવું.

મીન રાશિ

સામાજિક કામ પ્રસંગો અંગે અગત્યની તક, સંજોગ, આરોગ્ય નરમ જણાય, પ્રવાસની ઈચ્છા ફળશે.


  • Follow us on: