વિક્રમ સંવત 2081 શ્રાવણ સુદ ચૌદસ. શુક્રવાર, વ્રતની પૂનમ. નારિયેળી પૂનમ.
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.
મેષ રાશિ
આપના મનની સ્થિતિ તણાવગ્રસ્ત હશે તો હવે રાહત સર્જાય, પ્રયત્નોે વધારવાથી સફળતા મળે.
વૃષભ રાશિ
આશાવાદી સંજોગોનો પૂરતો ઉપયોગ કરી શકશો, મિત્રથી મિલન, પ્રવાસ ફળે.
મિથુન રાશિ
નોકરી કે ઘરના પ્રશ્નોે મૂંઝવતા હશે તો ઉકેલી શકશો, તબિયત નરમ હશે તો સુધરે.
કર્ક રાશિ
આપના ઉતાવળા નિર્ણયો અને પગલા સમસ્યા સર્જી શકશે, શાંતિ સ્વસ્થતા જાળવી ચાલશો.
સિંહ રાશિ
નસીબ અને પ્રયત્નોના સહારે સફળતાની તક મેળવી શકશો, નાણાભીડ.
કન્યા રાશિ
તમારા અગત્યના કામ પ્રસંગો અંગે જોઈતી સાનુકૂળતા સર્જાશે, વિવાદથી દૂર રહેવું.
તુલા રાશિ
સમયનો સદ્ઉપયોગ કરીને ઈષ્ટફળ મેળવવાનો પ્રયત્ન કરશો, મિત્ર સંબંધીઓથી સંવાદિતા, ખર્ચ.
વૃશ્ચિક રાશિ
આરોગ્ય જાળવી લેજો, સમય સુધરતો જણાય, નાણાકીય બાબતને હલ કરી શકશો.
ધન રાશિ
ચિંતા, ઉદ્વેગ અને તણાવમાંથી મુક્તિ માટે સમાધાનકારી આધ્યાત્મિક વલણ મદદરૂપ થાય.
મકર રાશિ
લોભ-લાલચથી પર રહીને કાર્ય કરવાથી નુકસાન અટકશે, કૌટુંબિક બાબતો અંગે સાનુકૂળતા.
કુંભ રાશિ
આપની વ્યવસાયિક ચિંતાનોે ભાર ઉતારવા વ્યવસ્થિત આયોજન જરૂરી માનજો, નાણાભીડ વર્તાય.
મીન રાશિ
આપના હાથ ધરેલા કામકાજોને આગળ ધપાવવાના સંજોગો તક સર્જાય, તબિય ચિંતા દૂર થાય.









