રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.


[[$googlead]]

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

વિક્રમ સંવત 2081. આસો વદ બીજ. બુધવાર, જાગા સ્વામી જયંતી. વ્રજમાં કારતક શરૂ.

[[$alsoread]]

મેષ રાશિ

આપની માનસિક સ્થિતિને સ્વસ્થ રાખવા સમાધાનવૃત્તિ જરૂરી, નાણાભીડ વર્તાય, મિલન-મુલાકાત.

વૃષભ રાશિ

દૃઢ નિૃય અને યોગ્ય પરિશ્રામ વધતા નસીબ સફળતાનું સૂત્ર બની રહેશે, તબિયત સાચવજો.

મિથુન રાશિ

મનગમતી પ્રવૃત્તિઓ અને મિલન-મુલાકાત અંગે સાનુકૂળતા પ્રવાસ ફળે, ખર્ચનો પ્રસંગ.

કર્ક રાશિ

આપની કામગીરીઓનો બોજ વધતો જણાય, ટેન્શન રાખ્યા વિના થાય તેટલું ખર્ચ એ ભાવ જરૂરી.

સિંહ રાશિ

આર્થિક બાબતો હલ થતી જણાય, મહત્ત્વની કામગીરી અંગે સાનુકૂળ તક, મિલન-મુલાકાત.

કન્યા રાશિ

અપેક્ષાઓ મુજબ સંજોગો સર્જાય નહીં તેમ છતાં કર્મફળ જરૂર ઈષ્ટ ગણાય. અણધારી તક સર્જાય.

તુલા રાશિ

કોઈની ઈર્ષ્યાનો ભોગ ન બની જવાય તે જોજો. સંયમ અને સ્વસ્થતા જરૂરી, કાર્ય સફળતાની તક.

વૃશ્ચિક રાશિ

પરિસ્થિતિ વણસી ન જાય તે માટે જાગૃત રહેજો, આર્થિક ભીંસમાંથી બહાર આવવાની દિશા સૂઝે.

ધન રાશિ

બીજાઓ પર આધારિત રહેવા કરતાં 'જાત મહેતન ઝિંદાબાદ' અગત્યની સમજવી. લાભની તક.

મકર રાશિ

સામાજિક કાર્ય હાથ ધરી શકશો. માન-સન્માન ઈનામની આશા વ્યર્થ. સ્વજની લાગણી ઘવાય.

કુંભ રાશિ

પ્રવૃત્તિમય અને વ્યસ્ત રહી ટેન્શન અને ચિંતામુક્ત થઈ શકશો, ખર્ચ વધવા ન દેશો.

મીન રાશિ

તમારા પ્રયત્નોનું મીઠું ફળ ચાખવા ઇન્તજાર જરૂરી જણાશે, મધુર મિલનની આશા.


  • Follow us on: