વિક્રમ સંવત 2081. શ્રાવણ સુદ પૂનમ. શનિવાર રક્ષાબંધન-બળેવ-શ્રાવણી.
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.
મેષ રાશિ
સામાજિક કૌટુંબિક કે અન્ય જવાબદારીઓને પાર પાડી શકશો, ધીમું ફળ મળતું જણાય.
વૃષભ રાશિ
મનનો પરિતાપ અને રૂકાવટો દૂર થતાં રાહત અનુભવાય, નાણાભીડનો ઉકેલ સહજ, પ્રવાસ.
મિથુન રાશિ
પ્રતિકૂળતા અને તણાવના સંજોગો હળવા થાય, આર્થિક સમસ્યાને સુલઝાવી શકશો, વિવાદ ટાળજો.
કર્ક રાશિ
આપની અગત્યની કામગીરીને આગળ ધપાવી શકશો. પ્રયત્નો ફળદાયી જણાય, સ્વજન મિત્ર ઉપયોગી.
સિંહ રાશિ
શાંતિ અને સ્વસ્થતા જાળવવા કોશિશ કરજો, લાગણી પર કાબુ જરૂરી બને, વ્યવસાયિક કાર્યો થાય.
કન્યા રાશિ
ધીરજના ફળ મીઠા ચાખી શકશો, અગત્યની વ્યક્તિ ઉપયોગી બને, મિત્ર મુરબ્બીથી સહકાર, પ્રવાસ.
તુલા રાશિ
આપની કામગીરી અંગે સમયનો સાથ મેળવવા ધીરજ જરૂરી દુઃસાહસથી દૂર રહેજો, ખર્ચ પર કાબુ
વૃશ્ચિક રાશિ
આપની પરિસ્થિતિને બગડતી અટકાવવા ધીરજ જરૂરી બને, મિત્રનો સાથ, ખર્ચ વધતું લાગે.
ધન રાશિ
સંજોગો સુધરતા સમય લાગે, પણ નકારાત્મક ફળ જણાશે નહીં, પ્રયત્નો ચાલુ રાખવા પડે, મિલન.
મકર રાશિ
પરિસ્થિતિ વિકટ હોય કે સામા પવનને ચાલતા હો તેમ લાગતું હોય. હિંમતે મર્દા તો મદદે ખુદા એ ઉક્તિ સાર્થક થાય.
કુંભ રાશિ
અગત્યની કામગીરી અંગે સંજોગોનો સાથ મળતો જણાય, કૌટુંબિક સમસ્યાને હળવી બનાવી શકશો.
મીન રાશિ
આપના માનસિક આવેસ- આવેગને સંયમ જરૂરી, દુઃસાહસથી દૂર રહેવું. તબિયત જળવાય.









