વિક્રમ સંવત 2081 શ્રાવણ વદ એકમ. રવિવાર, પંચક. હિંડોળા સમાપ્ત.


[[$googlead]]

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

[[$alsoread]]

મેષ રાશિ

આપના નોકરી ધંધાના ક્ષેત્રે જણાતો બોજ હવે હળનો બનાવી શકશો, કૌટુંબિક પ્રશ્ન હલ થતો લાગે.

વૃષભ રાશિ

કોઈપણ પ્રશ્નને મમત કે જિદ્દ કે સ્વમાનનો ન બનાવશો, વિલંબથી કાર્ય સફળતા મળતી જણાય.

મિથુન રાશિ

સામાજિક, વ્યવસાયિક ક્ષેત્રે સાનુકૂળ તક સર્જાતા પ્રગતિનો માર્ગ ખૂલતો જણાય, નાણાભીડ.

કર્ક રાશિ

આપની અગત્યની કામગીરીમાં જણાતા અંતરાયોને હલ કરવા ધ્યાન આપજો, 'ફતેહ છે આગે'.

સિંહ રાશિ

વેપાર-ધંધાના ક્ષેત્રે સુધારો જોવા મળે, પ્રવાસ પર્યટનનું આયોજન, ખર્ચ જણાય.

કન્યા રાશિ

હકારાત્મક અભિગમ અને ધીરજ પૂર્વકની મહેનત ફળતી જણાય, ગૃહજીવનના પ્રશ્નો પતે.

તુલા રાશિ

આપનો પ્રભાવ અને છાપ જમાવી શકશો, લાભની તક દૂર ઠેલાતી જણાય, વિષાદ-વિવાદનો અનુભવ.

વૃશ્ચિક રાશિ

કાલ્પનિક અને આભાસી સમસ્યાઓના ચક્રવ્યૂહમાંથી બહાર આવી શકશો, નાણાભીડ, પ્રિય પાત્ર અંગે શુભ સમય.

ધન રાશિ

આપના મનોરથો અધૂરા રહેતા લાગે, વધુ ધીરજ અને પ્રયત્નો જરૂરી બને, પ્રેમમાં નિરાશા.

મકર રાશિ

તમારા માનેલા કાર્યો હજુ અણઉકેલ્યા હશે તો ઉકેલનો માર્ગ મળે, તકલીફ દૂર થવા લાગે.

કુંભ રાશિ

ધાર્યા કામકાજો અંગે વિઘ્ન કે વિલંબ હશે તો દૂર થવા લાગે, કૌટુંબિક પ્રશ્ન અંગે રાહત થાય.

મીન રાશિ

આપના ગૂંચવાયેલા કામકાજોને સુવ્યવસ્થિત કરી શકશો, નાણાકીય બોજ ન વધે તે જોજો.


  • Follow us on: