રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.
વિક્રમ સંવત 2081 અષાઢ સુદ પૂનમ. ગુરુવાર, ગુરુપૂર્ણિમા. અષાઢી પૂનમ. ગૌરી વ્રત જાગરણ.
મેષ રાશિ
આશાઓના મિનારા તૂટી ન જાય તે માટે જાગૃત રહીને સખત પુરુષાર્થ કરવો પડશે, પ્રવાસ.
વૃષભ રાશિ
આપની અગત્યની યોજના કે વિચારને સાકાર કરવામાં રાહ જોવાની તૈયારી રાખવી પડે, ખર્ચા.
મિથુન રાશિ
સમાધાનકારી વલણ અને જતું કરવાની ભાવના વડે સમસ્યા નિવારી શકશો, પ્રયત્નો ફળે.
કર્ક રાશિ
મૂંઝવણોના મહાસાગરમાંથી બહાર નીકળી શકશો, મિત્ર-સ્નેહી સહયોગ, નાણાભીડ.
સિંહ રાશિ
આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખવા માટે હજી ઇંતેજાર કરવો પડે, સમતોલન સ્વાસ્થ્ય જાળવજો.
કન્યા રાશિ
ચિંતા-વિષાદ અને ટેન્શનના વાદળો વિખેરાતા જણાય, કાર્ય રચના અને પ્રગતિનો અહેસાસ.
તુલા રાશિ
આપના ધાર્યા કામકાજ આડે હજુ વિઘ્ન, વિલંબ જણાય, માનસિકશાંતિ અને સ્વાસ્થતા જાળવજો.
વૃશ્ચિક રાશિ
તબિયતની કાળજી લેજો, નાણાભીડ જણાય, ગૃહજીવનના કામકાજો સફળ બને.
ધન રાશિ
આપના પ્રવાસ, મુલાકાતો અંગે સાનુકૂળ તક સર્જાય, કૌટુંબિક ટેન્શન દૂર કરી શકશો, ખર્ચનો પ્રસંગ.
મકર રાશિ
અગત્યના કામકાજોમાં વિલંબ જણાય, તબિયતની કાળજી લેજો, અંગત ચિંતા દૂર થાય.
કુંભ રાશિ
આપના સામાજિક કાર્યો અને મિલકતની બાબતો માટે સાનુકૂળ તક મળે, આરોગ્ય સુધરે.
મીન રાશિ
અગત્યના કામકાજોને હાથ ધરીને સફળ બનાવી શકશો, વિવાદ ટાળજો, વ્યથા દૂર થાય.









