વિક્રમ સંવત 2081. આસો વદ પાંચમ. શનિવાર, વ્રજપંચમી. કષ્ટભંજન દેવ પાટોત્સવ.
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.
મેષ રાશિ
પુરુષાર્થ કરતાં નસીબની કિંમત સમજાતી જણાય, અણધારી સફળતા સુખદ બને.
વૃષભ રાશિ
સામાજિક અને આર્થિક બાબતો પર ધ્યાન આપવું હિતાવહ થઈ પડે, ખોટો સમય ન બગાડો.
મિથુન રાશિ
હકારાત્મક વિચારો અને વલણ સફળતા અને શાંતિ તરફ દોરી જશે, સ્નેહીનો સહકાર.
કર્ક રાશિ
સમય સુધરતો જણાય, કઠિન પ્રશ્ન હલ કરવા વડીલની મદદ ઉપયોગી બને, નાણાભીડ.
સિંહ રાશિ
આપના વિરોધીઓ વધે નહીં તે માટે સંયમ અને વ્યવસ્થા રાખજો, નાણાભીડ દૂર થાય.
કન્યા રાશિ
અકારણ ઉદ્વેગ-ચિંતા વિષાદ હશે તો દૂર કરવાનો માર્ગ સર્જાય, સ્વજનનો સાથ મળે.
તુલા રાશિ
આશાઓના મિનારા તૂટી ન જાય તે માટે જાગૃત રહીને સખત પુરુષાર્થ કરવો પડશે.
વૃશ્ચિક રાશિ
આપની અગત્યની યોજના કે વિચારને સાકાર કરવામાં રાહ જોવાની તૈયારી રાખવી પડે.
ધન રાશિ
મૂંઝવણોના મહાસાગરમાંથી બહાર નીકળી શકશો, મિત્ર સ્નેહીનો સહયોગ, નાણાભીડનો ઉપાય મળે.
મકર રાશિ
આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખવા માટે હજુ ઇંતેજાર કરવો પડે, સમતોલન સ્વસ્થતા જાળવજો.
કુંભ રાશિ
સમાધાનકારી વલણ અને જતુ કરવાની ભાવના વડે સમસ્યા નિવારી શકશો, પ્રયત્નો ફળે.
મીન રાશિ
ચિંતા-વિષાદ અને ટેન્શનના વાદળ વિખેરાતા જણાય, કાર્યરચના અને પ્રગતિનો અહેસાસ.









